HomeGujaratમાળીયાના મોટા દહિંસરા માં પ્રોઢ ની હત્યા કરનાર શખ્સની ધરપકડ,કોર્ટ રજૂ કરાયો

માળીયાના મોટા દહિંસરા માં પ્રોઢ ની હત્યા કરનાર શખ્સની ધરપકડ,કોર્ટ રજૂ કરાયો

જૂના ઝઘડાનું મનદુખ રાખી હત્યા કર્યાની પુત્રએ નોંધાવી હતી ફરિયાદ

મોરબી જિલ્લાના માળીયા મિયાણા તાલુકાના મોટા દહિંસરા ગામમાં રહેતા વિનોદ મુલુભાઇ ચાવડા નામના પ્રૌઢની રમેશ ઉર્ફે હકાભાઈ ચંદુભાઈ મિયાત્રા નામના શખ્સે હત્યા કરી હતી.હત્યા બાદ મૃતકના પુત્રએ માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં આરોપી સાથે વીસેક વર્ષ પહેલા સામુ જોવા બાબતે મનદુખ થયેલ હોય તેમજ આજથી સાત વર્ષ પહેલા ફરીયાદીના કૌટોબીક કાકા જેસંગભાઇ પરબતભાઇ ચાવડા સાથે આ કામના આરોપીને માથાકુટ થયેલ હોય જેનો રોષ-ખાર રાખી આ કામના આરોપીએ ફરીયાદીના પિતાને ગળા ઉપર તથા શરીરે પર અલગ અલગ જગ્યાએ તીક્ષ્ણ હથિયારના ઘા મારી ગંભીર ઇજાઓ કરી મોત નિપજાવી હોવાનું જણાવ્યું હતું. બનાવ બાદ પોલીસે આરોપી રમેશ મિયાત્રાની ધરપકડ કરી હતી અને આરોપીની કસ્ટડી માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW