HomeGujaratહળવદના કડિયાણા નજીક લાકડા ભરેલ ટ્રકમાં લાગી આગ સદનસીબે જાનહાની નહી

હળવદના કડિયાણા નજીક લાકડા ભરેલ ટ્રકમાં લાગી આગ સદનસીબે જાનહાની નહી

અમદાવાદથી લાકડા ભરીને મોરબી તરફ આવતા એક ટેમ્પામાં વહેલી સવારે 3 થી 4 વાગ્યાની આસપાસ કોઈ કારણસર અચાનક આગ ફાટી નીકળી હતી આ બનાવમાં જોત જોતમાં આંખો ટેમ્પો આગની લપેટમાં આવી ગયો હતો ઘટનાની જાણ થતા હળવદ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી હતી ઘટનામાં કોઈ જાન હાની થઇ ન હતી જોકે ટેમ્પો ચાલક દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે ટેમ્પોમાં સામાન્ય લાગી ત્યારે ફાયર વિભાગમાં ફોન કર્યો હતો પરંતુ ફાયરની ટીમ ખુબ મોડી આવી હતી જેના કારણે આગ બેકાબુ બની ગઈ હતી જેના કારણે વધુ નુકશાન થયું હતું ટેમ્પોમાં આગનું સાચું કારણ સામે આવી ન હતી પણ શોક્સર્કિટ થયાનું અનુમાન લગાવાઈ રહ્યું છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,450SubscribersSubscribe

TRENDING NOW