HomeGujaratમોરબીમાં સતત બીજા દિવસે જીએસટીનું સર્ચ ઓપરેશન યથવાત વધુ ત્રણ સીરામિક ફેકટરીમાં...

મોરબીમાં સતત બીજા દિવસે જીએસટીનું સર્ચ ઓપરેશન યથવાત વધુ ત્રણ સીરામિક ફેકટરીમાં તપાસ

મોરબીમાં સોમવારથી અમદાવાદ અને રાજકોટ ની GSTની અલગ અગલ ટીમે ધામા નાખ્યા છે અને અલગ અલગ સિરામિક ફેક્ટરી ટ્રેડર્સને ત્યાં સર્ચ ઓપરેશન ચાલી રહી છે આ ટીમ દ્વારા પ્રથમ દિવસે sat એન બીજા દિવસે 2 એમ કુલ 9 પેઢીમાં તપાસ કરવામાં આવી છે. જેમાં 5 સિરામિક એકમો છે તો 4 ટ્રેડિંગ પેઢીનો સમાવેશ થાય છે. પ્રથમ દિવસે આ તપાસમાં રાજકોટ અને અમદાવાદની ટીમ જોડાઈ છે. બિલ વગર, ઓછી કિંમતના બિલ બનાવી ટેક્સચોરી કરાતી હોવાની બાતમી મળી હતી, જેના આધારે આ તપાસ કરવામાં આવી છે.સવારે તપાસ શરૂ થઈ હતી અને આખી રાત તપાસ ચાલુ રહી છે. જીએસટી વિભાગની ટીમ દ્વારા ડોક્યુંમન્ટ ઓફીસના લેપટોપ મોબાઈલ સહીત મોટા પાયે મુદામાલ જપ્ત કરવામાં આવ્યા છે. દરમિયાન આવક જાવકના દસ્તાવેજો, હિસાબી સાહિત્ય વગેરેની ચકાસણી કરવામાં આવી છે. જેમાં ગેરરીતિ બહાર આવી છે. આ સાહિત્ય દસ્તાવેજો કબજે કરાયા છે જેનો રિપોર્ટ તૈયાર થશે અને ત્યારબાદ અમદાવાદ મોકલાશે. જો કે હાલ તપાસનીશ ટીમે નામ જાહેર કરવામાં ચુપકીદી સેવી લીધી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW