HomeNationalગુજરાતનો દરિયાકાઠો હવે હથીયાર ઘુસાડવા સોફ્ટ ટાર્ગેટ ? ઓખાના દરિયામાંથી 300 કરોડનાં...

ગુજરાતનો દરિયાકાઠો હવે હથીયાર ઘુસાડવા સોફ્ટ ટાર્ગેટ ? ઓખાના દરિયામાંથી 300 કરોડનાં ડ્રગ્સ, હથિયારો સાથે 10 પાકિસ્તાનીની ધરપકડ

ઇન્ટરનેશનલ મેરીટાઇમ બોર્ડર લાઇન (IMBL)ની નજીકના વિસ્તારમાં ભારતીય કોસ્ટ ગાર્ડની ટીમે પેટ્રોલિંગવખતે દાખવેલી સતર્કતાથી પાડોશી દેશનું મોટું ષડયંત્ર નિષ્ફળ બન્યું છે રવિવાર મોડી રાત્રે કોસ્ટ ગાર્ડની ટીમે ICGS અરિંજય જહાજના ઝડપી પેટ્રોલિંગ કરનારને તૈનાત કર્યા હતા. ત્યારે સોમવાર વહેલી સવારે, એક પાકિસ્તાની ફિશિંગ બોટ અલ સોહેલી ભારતીય જળસીમામાં શંકાસ્પદ રીતે ફરતી જોવા મળી હતી. ICG જહાજ દ્વારા પડકારવામાં આવતાં, પાકિસ્તાની બોટ એ છળકપટનો દાવપેચ શરૂ કર્યો અને ચેતવણીના ભાગરૂપે ગોળીબાર પણ કરવામાં આવ્યો હતો. તેમ છતાં બોટ અટકી નહીં પરંતુ ICG જહાજે અંતે પોતાની ચાલાકીથી બોટ તેમજ 10 ક્રૂ મેમ્બરની ધરપકડ કરી લીધી છે.

કોસ્ટ ગાર્ડની ટીમ દ્વારા પાકિસ્તાની બોટ પકડી લીધા બાદ ટીમે તેની તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન ચોકાવનારી હકીકત સામે આવી હતી હકીકતમાં આ બોટની અંદર રૂ 300 કરોડની આંતર રાષ્ટ્રીય કિમતનું 40 કિલો નાર્કોટિક્સ ડ્રગ્સહાથમ લાગ્યું હતું આ ઉપરાંત પ્રથમવાર ગુજરાતના દરિયામાં ગેરકાયદે હથીયાર તસ્કરીનું નેટવર્ક હાથમાં લાગ્યું હતુંબોટ માંથી કોસ્ટ ગાર્ડની ટીમને હથિયારો પણ મળી આવ્યાં હતાં. એવું માનવામાં આવે છે કે, ગુજરાતમાં આ પ્રથમ ઘટના હશે જ્યારે ડ્રગ્સ અને હથિયાર એકસાથે પકડાયાં હોય. હાલમાં બોટ અને ક્રૂ મેમ્બર્સ ધરપકડ કરવામાં આવી છે, અને વધુ તપાસ માટે તેને ઓખા લાવવામાં આવી રહ્યાં છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW