HomeGujaratપોરબંદર નું જહાજ ઓમાન ના દરિયા માં ડૂબ્યું:9 ખલાસીઓનો બચાવ..

પોરબંદર નું જહાજ ઓમાન ના દરિયા માં ડૂબ્યું:9 ખલાસીઓનો બચાવ..

પોરબંદરનું ૧૨૦૦ ટનની ક્ષમતા ધરાવતું જહાજ ઓમાન નજીક ના દરિયામાં ડુબ્યું હતું. જેમાં રહેલા નવ ક્રુ મેમ્બરને ઓમાન રોયલ પોલીસે રેસ્ક્યુ કરી બચાવ્યા હતા

પોરબંદરની ગોપાલ શિપીંગ કંપનીનું પી.બી.આર ૩૩૩૦ રજીસ્ટ્રેશન નંબર ધરાવતું એમ.એસ.વી. દેવીકૃપા નામનું વહાણ ગત તા૨૯-૧૧ ના રોજ શારજાહ પોર્ટથી માલ ભરી ને બોસાશો આફ્રિકા જવા નીકળ્યું હતું. તા ૯- ૧૨ના રોજ બપોરના સમયે હવામાન માં ખરાબી ના કારણે આ વહાણ ડૂબી ગયું હતું. જેમાં રહેલ 9 ખલાસીઓ ને ઓમાન રોયલ પોલીસ દ્વારા રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવ્યા હતા. અને હાલ તેઓ ઓમાનના સુર બંદર પર સુરક્ષિત છે.

જહાજ ૧૨૦૦ ટનની કેપેસીટી ધરાવતું હતું. ખલાસીઓનો બચાવ થતાં તેના પરિવારજનોમાં ખુશી જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે આ કાર્ગો જહાજ ગત 6 માર્ચ ના રોજ ૧૨ ક્રુ મેમ્બર સાથે કુવૈત જઈ રહ્યું હતું. ત્યારે પણ તેમાં ટેકનીકલ ખામી સર્જાતા તે સમયે ઈરાન ના ચાબહાર મેરીટાઇમ રેસ્ક્યુ કો ઓર્ડીનેશન સેન્ટર દ્વારા તેનો બચાવ કરાયો

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW