HomeGujaratમોરબીના જેતપર ગામમાં પણ તસ્કરોનો તરખાટ એક સાથે ત્રણ મકાનના તાળા તૂટ્યા,

મોરબીના જેતપર ગામમાં પણ તસ્કરોનો તરખાટ એક સાથે ત્રણ મકાનના તાળા તૂટ્યા,

મોરબી જિલ્લામાં તસ્કરોને જાણે ફરી એકવાર મોકળું મેદાન મળી ગયું હોય તેમ અલગ અલગ સ્થળોએ ચોરીના બનાવને અંજામ આપી રહ્યા છે રવિવારે શહેરના કમલા પાર્ક વિસ્તારમાં આવેલ એક રહેણાંક મકાનમાં ચોરીની ઘટનાની પોલીસ ફરિયાદ નોધાયાના 24કલાક પણ નથી થયા ત્યાં મોરબી તાલુકાના જેતપર ગામમાં તસ્કરોએ નાઈટ પેટ્રોલિંગ કરી તરખાટ મચાવી મુક્યો હતો જેતપર ગામમાં અલગ અલગ ત્રણ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને જેમાં ગામની મોચી શેરીમાં આવેલ એક બંધ મકાનના તાળા તોડી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો જોકે મકાન બંધ હોવાથી કોઈ કિમતી સામાન હાથ લાગ્યો ન હતો ટાકી વાડી શેરીમાં આવેલ 2 મકાનને પણ તસ્કરોએ નિશાન બનાવ્યા હતા જેમાં એક મકાનમાં ભાડે રહેતો પરિવાર બહાર ગામ ગયો હતો તેમના ઘરમાંથી દાગીના અને રોકડ ચોરી થયાની આશંકા છે જોકે પરિવાર હજુ પરત આવ્યો ન હોવાથી તે આવ્યા બાદ જ ઘરમાં શું ચોરાયું છે તેનો ખ્યાલ આવી શકશે

જોકે આ ચોરીના બનાવ અંગે તાલુકા પોલીસ મથકમાં કોઈ સતાવાર ફરિયાદ નોધવામાં આવી નથી જેથી કોનો કેટલો સામાન ચોરી થયો તે અંગે સ્પસ્ટ ખ્યાલ આવ્યો નથી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,450SubscribersSubscribe

TRENDING NOW