મોરબી શહેરના સામાકાઠા વીસ્તારમાં આવેલ કમલાપાર્ક વિસ્તારમાં રહેતા રજનીકાંતભાઇ ત્રિભોવનભાઇ ભોરણીયા નામના યુવાનના પુત્રની શાળામાં વાર્ષિકોત્સવનું આયોજન હોવાથી પરીવાર સાથે મોરબી નાલંદા સ્કુલમા હાજરી આપવા ગયા હતા.રાત્રે આવવામાં મોડુ થઇ જતા જાણે તસ્કરોને મોકળું મેદાન મળી ગયું હોય તેમ તસ્કરોએ મકાનના મેઇન દરવાજામા સેંટ્રલ લોક તોડી મકાન અંદર પ્રવેશ કરી મકાનમા આવેલ કબાટના ડ્રોવરમાં રાખેલ સોનાનું મંગળસુત્ર આશરે 2.5 તોલાનું તથા બ્રેસલેટ 1.5 તોલા તથા 5 વીંટી 2.5 તોલાની મળી કુલ રૂ 1,62,000ની કિમતના તોલા સોનાના દાગીના તેમજ રોકડા રૂપિયા 25000 મળી કુલ રૂ. 1,87,500 ની રોકડ તથા સોનાના દાગીનાની મતાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. કાર્યક્રમમાંથી તેઓ પાછા ફર્યા ત્યારે ઘરમાં ચોરી થયાની જાણ થતા રજનીકાંત ભાઈએ અજાણ્યા શખ્સો વિરુદ્ધ બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી. બનાવ અંગે બી ડીવીઝન પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

