મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં શિયાળુ પાકમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે તે માટે સિંચાઈ વિભાગ દ્વારા ડેમી ૩ ના એરિયામાં આવતા નાના મોટા ચેક ડેમ ભરવા જરૂરી હોય જેથી આ ચેક ડેમ ભરવા ડેમી ૩ ડેમના દરવાજા ખોલી તેમાંથી પાણી છોડવાનો નિર્ણય કર્યો છે.બપોરના સમયે સિંચાઈ વિભાગ દ્વારા ડેમી ૩ ડેમનો 1 દરવાજો એક ફૂટ ખોલવામાં આવ્યો હતો અને તેમાંથી 666 .79 કયુસેક પાણી છોડવામાં આવ્યું હતું આ પાણી છોડવાથી મોરબી તાલુકાના ધૂળકોટ કોયલી આમરણ બેલા ઝીંઝુડા સામપર તેમજ જોડિયા તાલુકાના માવાનું ગામ સહિતના ગામના લોકોને સિંચાઈ વિભાગ દ્વરા પણ નદીના પટમાં ન જવા આપીલ કરવામાં આવી છે હાલ શિયાળા પાકને ધ્યાને લઇ શીંચાઈ વિભાગ દ્વારા પાણી છોડવામાં આવતા ડેમી ૩ ના કમાંડ એરિયામાં આવતા ગામના ખેડૂતો ને ફાયદો થશે,

