લોક સાહિત્યકાર દેવાયત ખવડ ફરી એક વખત વિવાદમાં આવ્યા છે.સૂત્રોના જણાવ્યા અનુસાર દેવાયત ખવડ કોઈ જૂની દુશ્મની કાઢી રહ્યા છે. સર્વેશ્વર ચોક નજીક મયુરસિંહ રાણાને જાનથી નખવાનો કર્યો પ્રયાસ કરતા દેવાયત ખવડ આ વખતે ચારેકોરથી વિવાદમાં સપડાતા જોવા મળી રહ્યા છે. આમ તો સ્ટેજ પરથી કંઈક બોલીને વિવાદમાં આવતા રહેતા દેવાયત ખવડ આ વખતે જાનથી મારી નાખવાની ધમકીના વિવાદમાં આવ્યા છે.
મયુરસિંહ રાણા રસ્તા પર ચાલ્યા જાય છે. કાર આવે છે અને એમાંથી દેવાયત ખવડ અને એમની સાથે એક બીજા યુવાન પણ નીચે ઉતરે છે. માત્ર 5 જ સેકન્ડમાં દેવાયત ખવડ 16 ફટકા મારે છે અને મયુરસિંહ રાણાને ઢોર માર મારે છે. પછી તેઓ કારમાં બેસી પરત જતા રહે છે. હવે આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે.
આ સાથે જ માહિતી મળી રહી છે કે, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોચ્યો હોવાની પણ વિગતો મળી રહી છે. તો વળી ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઈજાગ્રસ્ત યુવકે દેવાયત ખવડ પર ગંભીર આરોપો પણ લગાવ્યા છે.
પહેલાની વાત કરીએ તો કલાકાર બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે છેલ્લા થોડા સમયથી વાક યુદ્ધ ચાલી રહ્યુ હતું. ત્યારબાદ સમાચાર આવ્યા હતા કે ધર્મ સ્થાનક બન્ને વચ્ચે સમાધાન કરાવી દીધું હતું. બન્ને વચ્ચે શાબ્દિક યુદ્ધ બાદ ‘મર્દાનગી અને માયકાંગલા’ મુદ્દે વિવાદ થયો અને તેનો વીડિયો પણ વાયરલ થયો હતો. મળતી માહિતી મુજબ લોક ડાયરામાં બ્રિજરાજદાન ગઢવીએ માફીની વાત કરી હતી અને જે બાદ દેવાયત ખવડે તેનો જવાબ આપ્યો હતો તે હવે ચર્ચાનો વિષય બન્યો હતો.

