HomeNationalમુંબઈ ધારાવી સ્લમ એરિયાને રિડેવલપ કરવાનો પ્રોજેક્ટ અદાણી ગ્રુપના હાથમાં,રૂ5069 કરોડની લગાવી...

મુંબઈ ધારાવી સ્લમ એરિયાને રિડેવલપ કરવાનો પ્રોજેક્ટ અદાણી ગ્રુપના હાથમાં,રૂ5069 કરોડની લગાવી બોલી

ભારત અને એશિયાના સૌથી અમીર અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી તાજેતરમાં ઝડપથી તેમના બિઝનેસનો વિસ્તાર કરી રહ્યા છે. આ ક્રમમાં તેમણે હજુ એક બંદરને તેમના નામે કરી લીધું છે. ગંગાવરમ પોર્ટ લિમિટેડ હવે ગૌતમ અદાણી ની માલિકી હેઠળ આવી ગયુ છે. અડાણી ગ્રુપની કંપની અદાણી પોર્ટસ એન્ડ સ્પેશયલ ઈકોનોમિક ઝોને ગંગાવરમ પોર્ટાનો સંપૂર્ણ હિસ્સો ખરીદી લીધો છે. ગંગાવરમ આંધ્ર પ્રદેશનું ત્રીજુ સૌથી મોટું બિન મુખ્ય બંદર છે.

ધારાવીના સ્લમ એરિયાની ગણતરી સૌથી મોટા સ્લમ એરિયા તરીકે થાય છે. અદાણી રિયલ્ટીએ ડીએલએફ જેવી દિગ્ગજ રિયલ એસ્ટેટ કંપનીને પાછળ રાખી 5069 કરોડ રૂપિયાની બોલી લગાવીને ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટને પ્રાપ્ત કર્યો છે.

ધારાવી રિડેવલપેમેન્ટ પ્રોજેક્ટના સીઈઓ એસવીઆર શ્રીનિવાસે જણાવ્યું કે, અદાણીના સૌથી વધારે 5069 કરોડ રૂપિયાની બોલી લગાવી. જ્યારે ડીએલએફે 2025 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. તેમણે જણાવ્યું કે, ટેક્નિકલ કારણોને લઈને શ્રી નમન ડેવલપર્સની બોલીને ખોલવામાં આવી નહોતી. હવે અદાણીની બોલીને રાજ્યના સચિવોની કમિટી પાસે મોકલી દીધી છે.

મહારાષ્ટ્ર સરકાર કોઈ પણ કંપની સાથે ભાગીદારી કરીને ધારાવી સ્લમ એરિયાને રિડેવલપ કરવા માગે છે. જેમાં લીડ પાર્ટનર પાસે 400 કરોડ રૂપિયાની સાથે સાથે 80 ઈક્વિટી હશે, જ્યારે રાજ્ય સરકાર પાસે 20 ટકા ઈક્વિટી રહેશે. આ પ્રોજેક્ટના ડેવલપમેન્ટથી ઝુપડામાં રહેતા લોકોને ફાયદો થશેે અને મુંબઈ શહેરના શાનદાર બનાવામાં મદદ મળશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW