HomeGujaratકચ્છ:નર્મદાની ગાગોદર કેનાલમાં 15 ફૂટનું ગાબડું,ખેતરો જળ મગ્ન થતાં શિયાળુ પાકને ...

કચ્છ:નર્મદાની ગાગોદર કેનાલમાં 15 ફૂટનું ગાબડું,ખેતરો જળ મગ્ન થતાં શિયાળુ પાકને નુકશાન

કચ્છની જીવાદોરી સમાન નર્મદા કેનાલનું કાર્ય વર્ષોની જહેમત બાદ અંતે આ વર્ષે પરિપૂર્ણ કરવામાં આવ્યું છે, પરંતુ આ જ વર્ષે કેનાલમાં ૫થી ૬ સૃથળે ગાબડાં પડયાની ઘટના સર્જાઈ ચૂકી છે. તેવામાં પ્રાધાનમંત્રી નરેન્દ્ર મોદી કચ્છમાં સભા સંબોધે તે પહેલાં જ આડેસર નજીકાથી પસાર થતી કેનાલનો દરવાજો કોઈએ બંધ કરી દેતા પાણીના ભરાવાના કારણે વહેલી પરોઢે અંદાજિત ૧૫ ફૂટ લાંબુ ગાબડું પડી ગયું હતું. હજારો લિટર પાણી આસપાસના વિસ્તાર તેમજ અનેક ખેતરમાં પાણી ફરી વળ્યાં હતાં. ખેડૂતોને આાથક નુકસાની થતાં આડેસર પોલીસ માથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

મોડી રાત્રિના 3 વાગ્યાના અરસામાં ગાગોદર પેટા કેનાલમાં અચાનક 15 ફૂટ જેટલું મોટું ગાબડું પડી ગયું હતું, જેના કારણે કેનાલમાં વેહતું લાખો લિટર પાણી આસપાસના વિસ્તારો અને ખેતરમાં ફરી વળ્યું હતું.શિયાળુ પાકના ઘઉં, જીરું, એરંડા તાથા અન્ય પાક ભ્રષ્ટાચારી તંત્રના પાપે ધોવાઈ જતા અસરગ્રસ્ત ખેડૂતોને ભારે નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.

રેલવે સ્ટેશનની આસપાસ ઈલેક્ટ્રિફિકેશનના વાયરો, અન્ય સામાન પણ પાણીમાં ડૂબી જતાં લાખોના નુકસાનનો અંદાજ વ્યકત કરાઈ રહ્યો છે. નર્મદા નિગમના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગત રાત્રિના 280 કયુસેક પાણીનું વહન ચાલતું હતું.

ત્યારે આગળ ગેટ બંધ કરી દેવાયો હોવાથી વહન કરતા વધુ પાણીનો ભરાવો થયો હતે, તેના કારણે કેનાલ તૂટી છે. 15 ફૂટ જેટલા પડેલા ગાબડાનું સમારકામ હાથ ધરાયું છે અને ત્રણ દિવસ સુધીમાં પાણી પૂરું કરીને પાણી વહન કરી દેવાશે. હાલ ગાગોદર પેટા કેનાલ હસ્તક સિંચાઈ મેળવતા 15 જેટલા ગામડાના લોકેને ત્રણ દિવસ સુધી પાણી નહીં મળી શકે. અગાઉ પણ મુખ્ય કેનાલમાં પણ પોતાની રીતે ગેટ ખોલવા અને બંધ કરવાની પ્રવૃત્તિ અગાઉ પણ થઈ રહી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW