HomeGujaratમોરબી: વિરોધીઓ ખોટા ચોપાનીયા છાપી મતદારોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ, મતદારોને ભ્રમિત ન...

મોરબી: વિરોધીઓ ખોટા ચોપાનીયા છાપી મતદારોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ, મતદારોને ભ્રમિત ન થવા કાંતિલાલની તાકીદ

મોરબી માળિયા વિધાનસભા સીટ પર તા 1 ના રોજ મતદાન થવાનું છે 29 સાંજથી ચૂંટણી પ્રચાર બંધ થવાના હોય જેથી રાજકીય પક્ષ અને તેના ઉમેદવાર એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ગત રાત્રીના મોરબી શહેરમાં અલગ અલગ સ્થળોએ ભાજપનો વિરોધ કરતા બેનર તેમજ શહેરમાં પત્રિકાઓનું વિતરણ થવા લાગ્યું હતું. જેમાં મોરબી ઝુલતા પુલ દુર્ઘટના ના નામે કુ પ્રચાર કરી ભાજપને નુકશાન કરવાનો પ્રયાસ થતા આજે કાંતિલાલ અમૃતિયા દ્વારા આ અંગે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં કાંતિલાલે જણાવ્યું હતું કે મોરબીમાં મતદારોને ભ્રમિત કરવામાં આવી રહ્યા છે કેટલાક વિરોધીઓ ખોટા બેનરો લગાવી રહ્યા છે ત્યારે આવા વિરોધીઓથી મોરબી વાસીઓને ભ્રમિત ન થવા અપીલ કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મોરબીમાં રાવણ રાજનો અંત થઇ રહ્લાયો છે અને રામરાજ્ય સ્થાપિત થઇ રહ્યું છે તેનાથી કેટલાકના પેટમાં તેલ રેડાયું છે. આથી આવા હીન કૃત્ય થઇ રહ્યા છે. કાંતિલાલે મતદારોને ભ્રમિત કરતા આવા તત્વોને તકવાદી ગણાવ્યા હતા. સાથે મતદારોને પણ ભ્રમિત ન કરવા અપીલ કરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,380SubscribersSubscribe

TRENDING NOW