HomeGujaratમોરબીમાં સી આર પાટીલના અચાનક ધામા હોદેદારોસાથે ગુપ્ત મીટીંગ કરી રવાના થતા...

મોરબીમાં સી આર પાટીલના અચાનક ધામા હોદેદારોસાથે ગુપ્ત મીટીંગ કરી રવાના થતા રાજકીય માહોલ ગરમાયો

હાલ વિધાનસભા ચુંટણીનો માહોલ જામી ચુક્યો છે મોરબી જિલ્લામાં આવતી ત્રણ બેઠક જીતવા ભાજપ કોંગ્રેસ આગેવાનો તાબડતોબ રેલીઓ કરી રહ્યા છે તો કાર્યકરો અને આગેવાનો સાથે મીટીંગ કરી રહ્યા છે ત્યારે આજે મોરબી જીલ્લાની મોરબી માળિયા વિધાનસભા સીટ પર ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અચાનક મોરબી આવી પહોચ્યા હતા અને એક હોટેલમાં સાંસદ વિનોદ ચાવડા મોહન કુંડારિયા તેમજ ભાજપ ઉમેદવાર કાંતિલાલ અમૃતિયા સહીતન આગેવાન સાથે ગુપ્ત બેઠક કરી હતી

અચાનક કોઈ પણ પ્રકારની જાણકારી વિના જ સી આર પાટીલની મોરબી મુલાકાતથી અનેક તર્ક વિતર્ક સામે આવી રહ્યા છે ખાસ કરીને મોરબી માળિયા બેઠક પર સ્થિતિ જાણવા તેમજ કથિત રીતે ચાલતા જૂથ બંધીના વધતા સમાચાર વચ્ચે મોરબી બેઠક ફરીવાર ગુમાવવી ન પડે તે માટે આગેવાનોને સમજાવટ માટે આવ્યા હોય તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,640SubscribersSubscribe

TRENDING NOW