HomeGujaratસૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીએ કરી જમાવટ, પારો 2-3 ગગડ્યો

સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીએ કરી જમાવટ, પારો 2-3 ગગડ્યો

રાજયમાં વિધાનસભાની ચુંટણીનો માહોલ જામ્યો છે. તો તેની સાથે ઠંડીએ પણ જમાવટ કરી છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં રાત્રીના ઠંડા પવનો ફૂંકાતા તાપમાનનો પારો બેથી 4 ડીગ્રી સુધી ગગડયો છે. આગામી દિવસોમાં વધુ 3 ડિગ્રી સુધી ગગડવાની હવામાન વિભાગે આગાહી વ્યકત કરી છે.

દેશના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થતા રાજ્યમાં ઠંડા પવનો ફુંકાઇ રહ્યાં છે. છેલ્લા બે દિવસથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં શીતલહેર જોવા મળી રહી છે બે દિવસમાં તાપમાનનો પારો ઘટીને 20 ડિગ્રીથી નીચે ગગડયો છે. ઠંડા પવનોના ફુંકાતા નગરજનો ઠંડીનો અહેસાસ કરી રહ્યાં છે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી રાત્રે ઠંડીનો ચમકારો વર્તાઇ રહ્યો છે. દિવસ દરમિયાન તાપમાનનો પારો 28થી 30 ડીગ્રીએ રહ્યો બાદ આજે ઠંડા પવનો ફૂંકાતા ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે. આજે વહેલી સવારે શહેરમાં 8 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા ઠંડીનો અનુભવ નગરજનોએ કર્યો હતો.
તો બીજી તરફ તરફ ભાવનગરમાં તાપમાનનો પારો બે ડિગ્રી સુધી ગગડયો હતો. નલીયામાં તાપમાનનો પારો 14 ડિગ્રીએ યથાવત રહ્યો હતો. તો દરિયાકાંઠાના વિસ્તારોમાં પારો 19થી 21 ડીગ્રીને વચ્ચે રહ્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW