HomeGujaratમોરબી: ઝૂલતા પુલની દુર્ઘટનામાં 8 આરોપીની જામીન અરજી પર સુનાવણી...

મોરબી: ઝૂલતા પુલની દુર્ઘટનામાં 8 આરોપીની જામીન અરજી પર સુનાવણી 23મી સુધી ટળી

મોરબી સહિત દેશભરમાં ચર્ચિત ઝૂલતા પુલની દુર્ઘટનામાં ઝડપાયેલા 9 આરોપી પૈકી 8 આરોપીઓએ મોરબી કોર્ટમાં જામીન અરજી કરી હતી જેનાં પર આજે કોર્ટે સુનાવણી હાથ ધરી હતી અને પોલીસ તરફી સરકારી વકીલ વિજય જાની તેમજ આરોપી તરફની તેમના વકિલ દ્વારા દલીલ કરવામાં આવી હતી જેમાં સરકારી વકીલ વિજય જાની દ્વારા આરોપીની જામીન અરજી પર વાંધો ઉઠાવ્યો હતો અને જણાવ્યું હતું કે આ દુર્ઘટનામાં નિર્દોષ લોકોના જીવ ગયા છે અને આ કેસ અત્યંત ગંભીર હોય પોલીસ આ કેસમાં ઊંડાણ પૂર્વક તપાસ ચાલી રહી છે. અને કેસમાં હજુ મહત્વના પુરાવા પણ એકત્ર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે જો આરોપીઓને જામીન મળશે તો તપાસમાં અસર પડશે જેથી તેમની અરજી ના મંજૂર કરવામાં આવે

બીજી તરફ બચાવ પક્ષના વકીલ દ્વારા પણ તેમના અસીલની જામીન અરજી મંજૂર કરવા જરૂરી તથ્યો રજૂ કર્યા હતા. બંને પક્ષની દલીલ બાદ મેજીસ્ટ્રેટ દ્વારા જામીન અરજી પર આગામી સુનાવણી 23મી સુધી લંબાવી હતી આગામી 23મી આ અંગે મેજીસ્ટ્રેટ તેમનો નિર્ણય સંભાળવાશે

બીજી તરફ. આ.કેસમાં વધુ એક આરોપી દ્વારા આજે જામીન અરજી કરી હતી જેની આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW