ગાંધીનગર ખાતે પોલીસ મહાનિરીક્ષક કચેરી તેમજ મુખ્ય પોલીસ અધિક્ષક કચેરી ગાંધીનગરથી મોરબી જિલ્લાના વાંકાનેર સર્કલ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા પી.આઈ બી.પી સોનારાને મુંબઈ પોલીસ (શિક્ષા અને અપીલ) નિયમ 1956 અતર્ગત 29-03-2022માં ફરમાવેલ કારણદર્શક નોટીસથી સૂચવેલ શિક્ષા આધારે તેઓને પી.આઈ કેટેગરીમાંથી હટાવી પી.એસ.આઈ તરીકે મુકવામાં આવ્યા છે. આ અંગેનો એક હુકમ એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા કરવામાં આવ્યો છે આ ઉપરાંત હુકમમાં જણાવવામાં આવ્યું છે કે હાલ વિધાનસભા ચુંટણી ને લઇ આચારસહિતા અમલમાં હોવાથી અન્ય કોઈ સ્થળે નિમણુક માટે પ્રતીક્ષામા રાખવામાં આવ્યા છે અને આ સમયગાળામાં તેઓને કોન્ટ્રોલ ઇન્ચાર્જના સંપર્કમાં રહેવા તેઓ દ્વારા સોપવામાં આવતી ફરજ બજાવવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે.

