મોરબી જીલ્લાના હળવદ તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારની એક સગીરા પર સુરેશ મગનભાઈ રંગાડીયા નામના શખ્સે બળજબરી પૂર્વક તેની બાઈકમાં અપહરણ કરી ગામની સીમમાં આવેલ કપાસની વાડીમાં લઇ ગયો હતો અને ત્યાં તેના પર મરજી વિરુદ્ધ શારીરિક શોષણ કરી તેન સાથે દુષ્કર્મ કર્યું હતું બનાવ અંગે સગીરા તેના પરિજનોને જાણ કરતા પ્રીજ્નોએ સુરેશ રંગાડીયા વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી ફરિયાદ આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી મોરબી જિલ્લા જેલ હવાલે કર્યો હતો દરમિયાનઆ કેસ મોરબી જીલ્લાની સ્પેશ્ય્લ પોક્સો કોર્ટમાં ચાલ્યો ગયો હતો અને આ કેસમાં આજે મેજીસ્ટ્રેટ ડી પી મહીડાની કોર્ટમાં ચુકાદો આપવામાં આવ્યો હતો આ પહેંલા ફરીયાદી તરફથી સરકારી વકીલ એસ સી દવે દ્વારા આરોપી દ્વારા કરવામાં આવેલ કરતુત સાબિત કરવા દલીલ કરી હતી તેમજ કેસમાં 15 સાક્ષી તેમજ 27 દસ્તાવેજી પુરાવા રજુ કરવામાં આવ્યા હતા
મેજીસ્ટ્રેટ ડી પી મહીડા દ્વારા સરકારી વકીલની દલીલ તેમજ પુરાવા અને સાક્ષીઓના આધારે આરોપી સુરેશ મગન રંગાડીયાને દોષિત જાહેર કર્યો હતો અને આઈપીસી કલમ 363 મુજબ 3 વર્ષની કેદ 3000 દંડ,આઈપીસી ૩૬૬ મુજબ 5 વર્ષની કેદ અને 5 વર્ષની કેદ તેમજ આઈપીસી 376(2),પોક્સો 3(એ) મુજબ 10 વર્ષની કેદ અને 10, 000નો દંડ ફટકાર્યો હતો સાથે સાથે કોર્ટ દ્વારા ભોગ બનનાર સગીરાને પણ રૂ 1 લાખનું વળતર તેમj આરોપી જે દંડની રકમ ભરે તે મળી કુલ 1.20 લાખ ચુકવવા પણ આદેશ કર્યો હતો.

