HomeGujaratવાંકાનેર :ઠીકરીયાળીના પાટીયા પાસેથી 3.5 કિગ્રા ગાંજા સાથે મહિલા ઝડપાઈ

વાંકાનેર :ઠીકરીયાળીના પાટીયા પાસેથી 3.5 કિગ્રા ગાંજા સાથે મહિલા ઝડપાઈ

મોરબી જિલ્લામાં વિધાનસભા ચૂંટણી દરમિયાન કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ ચુંટણી દરમિયાન મતદારોને પ્રભાવિત કરી શકે તેવી એક પણ નશાયુકત પદાર્થોની હેરાફેરી પર કડક વોચ રાખવા અને આવા કોઈ ઇસમ પકડાય તો તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાના એસપી રાહુલ ત્રિપાઠીની સૂચનાને પગલે એસઓજી પી આઈ મયંક પંડ્યા અને દ્વારા અલગ અલગ દિશામાં તપાસ કરી રહી હતી તે દરમિયાન પીએસ આઈ એમ એન અંસારીને બાતમી મળી હતી કે રાજકોટ અમદાવાદ હાઇવે પર વાંકાનેર બાઉન્ડ્રી પાસે ઠીકરીયાળી ગામના પાટિયા પાસે ગુલાબી રંગના કપડા પહેરેલી એક મહિલા શંકાસ્પદ ચીજ કોઈને આપવાની પેરવી સાથે ઉભી છે બાતમી આધારે એસઓજીની ટીમે તાત્કાલિક વોચ ગોઠવી હતી અને બાતમીવાળી મહિલાને ઓળખી તેની પુછપરછ કરતા તેનું નામ કરીમાં સાગર કાળું નાઘોણા તેમજ તે સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલામાં રહેતી હોય અને મૂળ પશ્ચિમ બંગાળના પરગાણા જીલ્લાની વતની હોવાનું જણાવ્યું હતું તેમજ તેની એસઓજીએ તેની પાસેની થેલીની તલાસી લેતા તેમાંથી રૂ 35000ની કીમતનો 3.5 કિગ્રા ગાંજા અને એક મોબાઈલ મળી કુલ 40 હજારનો મુદામાલ મળી આવ્યો હતો

બનાવ બાદ એસઓજીની ટીમે આરોપી મહિલા વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી બાદમાં મહિલાએ આ ગાંજો કોની પાસેથી મેળવ્યો અને કોને આપવા જતી હોય તે અંગે પણ પુછપરછ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,450SubscribersSubscribe

TRENDING NOW