HomeGujaratમોરબીના ઝુલતા પુલની દુર્ઘટનામાં સાચા ગુનેગારો વિરુદ્ધ ફરિયાદની માગ સાથે સોમવારે સરદાર...

મોરબીના ઝુલતા પુલની દુર્ઘટનામાં સાચા ગુનેગારો વિરુદ્ધ ફરિયાદની માગ સાથે સોમવારે સરદાર પટેલ પ્રતિમાથી રેલી નીકળશે

મોરબી શહેરના ઝુલતા પુલની ગોજારી દુર્ઘટનામાં 135 લોકોનો ભોગ લેવાયો હતો તો ઘણા બધા લોકોને ઈજા પહોચી હતી આ ઘટનાને એક સપ્તાહ જેટલો સમય થવા છતાં પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવી હોવાના આક્ષેપ થઇ રહ્યા છે ત્યારે હવે આ ગોઝારી દુર્ઘટના માટે જવાબદાર પાલિકાના અધિકારી પદાધિકરી તેમજ ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલ વિરુદ્ધ માનવ વધ અને ઝૂલતા પુલના રીનોવેશનમાં ગંભીર બેદરકારી દાખવવા બદલ આઈપીસીની વિવિધ કલમ હેઠળ ગુન્હો નોધવા માંગણી ઉઠી રહી છે
ત્યારે સ્વયમ સેવક દળ દ્વારા સોમવારે બપોરે ૧૨ :30 વાગ્યે મોરબી શહેરના નવા બસ સ્ટેશન ખાતે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાથી કલેકટરે કચેરી સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને આ ગુનાહિત બેદરકારી દાખવનાર તમામ જવાબદાર ઓરેવા કંપનીના એમ ડી જયસુખભાઈ પટેલ વિરુદ્ધ કાયદાકીય પગલા લેવાની માગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે આ ન્યાયિક માગમાં મોરબીવાસીઓને જોડાવવા અપીલ કરવામાં આવી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,450SubscribersSubscribe

TRENDING NOW