દિવાળીના પર્વમાં ફટાકડા અને આતશબાજીના કારણે સામાન્ય દિવસની સરખામણીમાં આગ અકસ્માતના બનાવ વધી જતા હોય છે.અને આવા સમયે આગની ઘટનામાં વહેલી સર પહોચી શકાય તેમજ ખુબ ઓછી જાનહાની થાય તે પ્રકારનું આયોજન મોરબી ફાયર વિભાગે કર્યું છે ફાયર વિભાગે અલગ અલગ વિસ્તારમાં પોતાના સાધનો તૈનાત કરી છે.મોરબી પાલિકાના ચીફ ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ ઝાલાની આગેવાનીમાં 4 ફાયર બ્રાઉઝર,2 વૉટર ટેન્કર સાથે તૈનાત કરવામાં આવી છે. સાથે સાથે તમામ સ્ટાફની રજા રદ કરી દઈ તમામને ઈમરજન્સી સેવામાં હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.ફાયર વિભાગ 25 જેટલો સ્ટાફ રાત્રે 8થી.સવારે 8 સુધી તૈનાત રહેશે. આગની ઘટનામાંફાયર સ્ટાફ તેનાં વાહનો સાથે ઝડપી પહોંચી શકે તે માટે ફાયર વિભાગનું એક બ્રાઉઝર સામા કાંઠે જૂના હાઉસીંગ બોર્ડ ખાતે,એક બ્રાઉઝર શનાળા રોડ ખાતે જ્યારે 2 બ્રાઉઝર અને ટેન્કર ફાયર સ્ટેશનમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવશs

