HomeGujarat5 સ્ટાર હોટેલ જેવું બન્યું ફાયર સ્ટેશન

5 સ્ટાર હોટેલ જેવું બન્યું ફાયર સ્ટેશન

: રાજકોટના સૌથી મોટા, આધુનિક સુવિધા સાથેના અને 34 ફ્લેટ સાથેના વિશાળ ફાયર સ્ટેશનનું કામ નિર્મલા રોડ પર પૂર્ણ થઇ ગયું છે. 19 ઓક્ટોબરના રોજ રાજકોટ આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરોડો રૂપિયાના અન્ય પ્રોજેક્ટ્સ સાથે આ ફાયર સ્ટેશનનું પણ લોકાર્પણ કરશે તેવી તૈયારી થઈ ગઈ છે. 8.23 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે.

વોર્ડ નં.10માં આવેલ નિર્મલા રોડ ફાયર સ્ટેશન અઢી દાયકા જૂનું હતું. ફાયર સ્ટેશનમાં ફરજ બજાવતા માત્ર બે કર્મચારીઓ માટે ક્વાર્ટર હતા અને તે પણ જર્જરિત થઈ ગયા હતા. આથી 2019-20ના બજેટમાં આ ફાયર સ્ટેશનનું રિ-ડેવલપોમેન્ટ નક્કી કરાતા આ પ્રોજેક્ટ હાથ પર લેવામાં આવ્યો હતો. 4708 ચો.મી. જગ્યામાં 2245 ચો.મી.નું બાંધકામ 8.23 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે. રસ્તાની ફ્રન્ટ સાઈટમાં ફાયરબ્રિગેડ સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર છે તો આગળ અને પાછળ ફાયર વાહનો માટે વિશાળ જગ્યા ઉપલબ્ધ બની છે.

મહાનગરમાં હવે 22 માળથી પણ ઉંચા બિલ્ડીંગ બન્યા છે અને હજુ બની રહ્યા છે. આથી આગ જેવી દુર્ઘટના વખતે મદદ માટે 85 મીટર ઉંચુ હાઇડ્રોલીક પ્લેટફોર્મ સાથેનું ફાયર વ્હીકલ વસાવવામાં આવ્યું છે. જે હાલ સ્માર્ટ સિટી વિસ્તારમાં રહે છે. આ હાઇડ્રોલીક પ્લેટફોર્મ ફાયરવાન હવે નિર્મલા રોડ ફાયર સ્ટેશનમાં રહી શકશે. અહીં કર્મચારીઓ માટે 32 ફ્લેટ બનાવવામાં આવ્યા છે તો ટોપ ફ્લોર પર 3 બેડ રૂમના બે ફ્લેટ અધિકારીઓ માટે બનાવવામાં આવ્યાનું સ્ટે.ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW