હાલ ગાંધીનગરથી લઇ સમગ્ર ગુજરાતમાં રખડતા ઢોરનો પ્રશ્ન અત્યંત પેચીદો બન્યો છે શહેરના મુખ્ય માર્ગો હોય કે હાઈવે રોડ કે પછી રેલ્વે ટ્રેક હવે તમામ સ્થળોએ રખડતા ઢોર લોકો માટે માથાના દુખાવા સમાન બની ગયો છે. હજુ બે દિવસ પહેલા j દેશની સૌથી ફાસ્ટ ટ્રેન વંદે ભારત લોકાર્પણ થયાના બે દિવસ દરમિયાન બે વાર રખડતા ઢોર આડે આવવાની ઘટના બની હતી ત્યાં હવે મોરબીમાં પણ રખડતા ઢોર ટ્રેન હડફેટે આવી જતા ઢોરનું કમકમાટી ભર્યું મોત થયું હોવાનું સામેં આવ્યું છે
બનાવની મળતી માહિતી મુજબ શનિવારે મોડી રાત્રીના સમયે નવલખીથી ડીઝલ ભરીને વાંકાનેર તરફ જતી માલગાડી નટરાજ ફાટકનજીકથી પસાર થતી હતી તે દરમિયાન એક રખડતું ઢોર ટ્રેન હડફેટે આવી ગયું હતું અને લગભગ ૨૦૦ મીટર સુધી ઢસડાઈ કમકમાટી ભર્યું તેનું મોત થયું હતું આ દરમિયાન આ ઢોર વેગનના ભાગમાં ફસાઈ જતા ટ્રેન થોભાવી પડી હતી જે બાદ રેલ્વે કર્મચારીઓને જાણ કરવામાં આવી હતી જોકે રેલ્વેકર્મીઓ ન આવતા અંતે આસપાસ આવેલ હોસ્ટેલના વિધાર્થીઓને બોલાવ્યા હતા અને ફસાયેલ ઢોરને બહાર કાઢી સાઇડમાં મુકવી ફરીથી ટ્રેનને રવાના કરવામાં આવી હતી

