HomeGujaratજનની સુરક્ષા યોજનાના દાવા વચ્ચે હળવદમાં સગર્ભા મહિલાનું હિમોગ્લોબીનની કમીથી મોત

જનની સુરક્ષા યોજનાના દાવા વચ્ચે હળવદમાં સગર્ભા મહિલાનું હિમોગ્લોબીનની કમીથી મોત

રાજ્ય સરકાર દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી બાળ મૃત્યુદર તેમજ માતા મૃત્યુદર ઘટાડવા વિવિધ યોજના ચલાવે છે કેન્દ્રમાંથી તેમના માટે અઢળક ગ્રાન્ટ પણ આવતી હોય છે જોકે આ ગ્રાન્ટ હજુ સુધી છેવાડાના લોકો સુધી પહોચતા પહેલા બારોબાર અન્ય સ્થળે જતી હોવાની ભૂતકાળમાં અનેક ઘટનાઓ બની છે. હાલ સરકાર જનની સુરક્ષા યોજના ચલાવી માતા મૃત્યુ દર ઘટવાના મસમોટા દાવા કરી રહ્યું છે તેના વચ્ચે હળવદ શહેરના છાપરા વિસ્તારમાં રહેતા મૂળ પંચમહાલ જીલ્લાના ગોપીપુરા ગામની રસ્મીકાબેન વિક્રમભાઈ શંકરભાઈ નામની સગર્ભાનું હિમોગ્લોબીનની ઘટ્ટના કારણે મોત થયું હતું રસ્મિકાબેન સગર્ભા હોય અને તેમના 7 મહિનાનો ગર્ભ હતો દરમિયાન તેમને તાવ આવતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમીયાન તેમનું મોત થયુ હતું

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW