કોઈ પણ ઈમરજન્સી સમયે સૌથી પહેલું નામ ૧૦૮ યાદ આવે છે . અકસ્માત,આગ કે કોઈ પણ ઈમરજન્સી સમયે કોઈ પણ સ્થળેથી કોઈ પણ વ્યક્તિ ફોન કરે એટલે ગણતરીની મિનીટમાં ઘટના સ્થળે દોડતી ૧૦૮ની ટીમે અનેક લોકોના જીવ બચાવવાનું કામ કર્યું છે આ સિવાય તેમનો સ્ટાફ સારવાર ઉપરાંત પોતાની ઈમાનદારી માટે પણ જાણીતો છે અનેકએવા ઉદાહરણ સામે આવ્યા છે જેમાં સ્ટાફ દ્વારા ઈજાગ્રસ્ત દર્દીના અકસ્માત સમયે તેના પર્સમાં રહેલા મોબાઈલ કે રોકડ રકમ મળે તેઓ તે તેમના સ્વજન સુધી પહોચાડતા હોય છે આવી j એક ઘટનામાં હળવદ 108 ની ટીમ ના ઇએમટી હરેશભાઈ અને પાઈલોટ ગણપતભાઈને કોલ આવ્યો હતો કે હળવદ ધ્રાંગધ્રા હાઈવે પર આવેલ શિવ મંદિર સામે એક બાઈક અકસ્માત થતા બાઈક ચાલકને ઈજા પહોચી છે ફોન બાદ ૧૦૮ ની ટીમ ઘટના સ્થળે પહોચી ઈજાગ્રસ્ત અવચરભાઈ કમુભાઈ વાઘેલાને તાત્કાલીક સારવાર આપી હોસ્પિટલ લઇ ગયા હતા આ દરમિયાન અવચરભાઈના ખિસ્સામાંથી રૂ ૩૨૦૦૦ રોકડા અને મોબાઈલ મળી આવ્યા હતા જે રૂપિયા હરેશભાઈ અને ગણપતભાઈએ રોકડ રકમ અને મોબાઈલ તેના પરિવાર જનોને પરત કર્યા હતા અને સેવાની સાથે પર,પ્રમાણિકતા નું પણ ઉદાહરણ રજુ કર્યું હતું

