મોરબીના ભવાની ચોક વિસ્તારમાં રહેતા અને સોની કામ કરતા જયેશભાઇ છગનભાઇ રાણપરા નામના સોની વેપારીનો ધંધો છેલ્લા કેટલાય સમયથી બરાબર ચાલતો ન હોવાથી ટેન્સનમાં રહેતા હતા તેમજ તેઓને બ્લડપ્રેશર અને બન્ને પગમાં ગોળાની પણ તકલીફ રહેતી હોવાથી કંટાળી જઈ બે દીવસ પહેલા ઘરેથી કોઈને જાણ કર્યા વિના નીકળી ગયો હતો જે બાદ ગત ગુરુવારના રોજ જ્યેશભાઈનો મૃતદેહ જોધપર ગામ નજીક આવેલ ફ્લોરા રીવર સાઈડના પાછળના ભાગે આવેલ મચ્છુ 2 ડેમમાંથી લાશ મળી આવી હતી ઘટનાની જાણ થતા સ્થાનિકો દ્વારા મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો બનાવ અંગે તાલુકા પોલીસે એડી નોધી વધુ તપાસ હાથ ધરી હતી બનાવ અંગે વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ એ.એમ.ઝાંપડીયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.

