મોરબીમાં તા. 2 ના રોજ અન્ડર 19 બેડમિન્ટન ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ કેટેગરીમાં યોજાયેલ સ્પર્ધામાં સ્કાય બેડમિન્ટન એકેડમીના પ્લેયરનું ઉત્કૃસ્ટ પ્રદર્શન કર્યું હતું.એજમાં અન્ડર 8 સિંગલ કેટેગરી ગ્રુપમાં પલક સેકન્ડ રનર્સ અપ રહી હતી તો અન્ડર 10 બોયઝ સિંગલ કેટેગરીમાં મનન શેરસિયા,વિનર થયા હતા.અન્ડર 10 ગર્લ્સ સિંગલ કેટેગરીમાં લાલી વિજેતા બની હતી તો અન્ડર 10 બોયઝમાં આકાશ રનર્સ અપ થયા હતા આ ઉપરાંત અન્ડર ૧૨ બોયઝ સિંગલ ગ્રુપમાં તરુણ વિજેતા થયો હતો જયારે આ જ ગ્રુપના ગર્લ્સ કેટેગરીમાં આસ્થા બા રનર અપ રહી હતી. અન્ડર 14 ગર્લ્સ સિંગલ કેટેગરીમાં ઈશિતાએ મેદાન માર્યું હતું. આ એજ ગ્રુપના બોયઝ કેટેગરીમાં શ્લોક ભાલોડીયા વિજેતા બન્યા હતા તો આજ ગેમમાં ઉદય સવસાની રનર્સ અપ રહ્યા હતા
અન્ડર 16 સિંગલ કેટેગરીના ગર્લ્સ ગ્રુપ રૂત્વા ધાનજા વિનર બનેલ છે અન્ડર 16 ગર્લ્સ ડબલ કેટેગરી ઋત્વા ધનજા અને મેઘા પટેલ અન્ડર 16 સિંગલ રુસિલ કડીવાર વીજેતા બન્યા હતા અન્ડર 16 સીગલ કેટેગરીના બોયઝ ગ્રુપ હીમનેસ રૂપાલામાં વિજેતા બની હતી ગ્રુપ બી અન્ડર 16 ડબલમાં હિમનેશ રૂપાલા અને રુશીલ કડીવાર વિજેતા બન્યા હતા અન્ડર 16 બોયઝ સિંગલમાં જયમીન અરડવા રનર્સ અપ રહ્યા હતા
મોરબીમાં એસપી રોડ ખાતે છેલ્લા 8 માસથી કાર્યરત સ્કાય બેડમિન્ટન એકેડમીમાં અનુભવી કોચ દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે. હાલ કોચિંગ લઈ રહેલા ખેલાડી રાજ્ય અને નેશનલ કક્ષાએ ચમકી રહ્યા છે.

