HomeGujaratજામનગરમાંથી 10 કરોડનુ એમડી ડ્રગ્સ પકડાયું, મુંબઈ સુધી કનેક્શન

જામનગરમાંથી 10 કરોડનુ એમડી ડ્રગ્સ પકડાયું, મુંબઈ સુધી કનેક્શન

જામનગરમાંથી 10 કરોડનુ એમડી ડ્રગ્સ એનસીબીના અધિકારીઓએ જપ્ત કરીને એક ડ્રગ્સ માફિયાની ધરપકડ કરી છે. અમદાવાદ એનસીબીને ચોક્કસ બાતમી મળી હતી કે ,મુબઇથી બાયરોડ એમડી ડ્રગ્સ જામનગર આવવાનુ છે જેના આધારે વોચ ગોઠવવામા આવતા ડ્રગ્સ સાથે એક શખસની ધરપકડ કરાઇ હતી.

મુબઇ અને દિલ્હીથી સતત ગુજરાતમાં એમડી ડ્રગ્સ આવી રહ્યુ છે. અગાઉ ડીઆરઆઇ , ક્રાઇમ બ્રાન્ચ અને એટીએસ દ્રારા પણ એમડી ડ્રગ્સ પકડયુ હતુ. અમદાવાદ એનસીબીની ટીમે જામનગરમાંથી જે એમડી ડ્રગ્સ ડપ્ત કર્યુ છે તેની ઇન્ટરનેશનલ માર્કેટમાં કિમંત 10 કરોડ થાય છે. જામનગરમાં ભાસ્કર નામનો શખસ એમડી ડ્રગ્સ મુબઇ અને દિલ્હીથી મંગાવીને સૌરાષ્ટ્રમાં વેચાણ કરે છે. છેલ્લા પાંચ વર્ષથી ભાસ્કર સૌરાષ્ટ્રમાં સક્રિય થયો છે અને દેશભરના ડ્રગ્સ માફિયાઓના સંપર્કમાં રહીને ડ્રગ્સના કારોબાર ચલાવે છે. એનસીબીએ અગાઉ પણ એરપોર્ટ પરથી નાઇજેરિયન નાગરિક પાસેથી દસ કરોડનુ કોકેઇન જપ્ત કર્યુ હતુ

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW