HomeGujaratમોરબીના રફાળેશ્વર નજીક હાઈવે પર અચાનક વરસાદી ઝાપટું વરસી ગયું

મોરબીના રફાળેશ્વર નજીક હાઈવે પર અચાનક વરસાદી ઝાપટું વરસી ગયું

મોરબી : આમ તો રાજ્યના અનેક જીલ્લામાંથી ચોમાસાએ વિદાય લઇ લીધી છે અને હવામાન વિભાગે હવે ક્યાંય વરસાદ થવાની આગાહી પણ કરી નથી પરંતુ મેઘરાજાને જાણે હજુ પણ મોરબીનો મોહ છૂટતો ન હોય તેમ અચાનક ક્યારેક છુટા છવાયા ઝાપટા વરસી જતા હોય છે ત્યારે આજે મંગળવારે સાંજે આવી રીતે કોઈ આગાહી વિના જ મોરબીના રફાળેશ્વર નજીક મેઘરાજાએ અચાનક એન્ટ્રી મારવાનું નક્કી કરી લીધું હોય તેમ સાંજના સમયે જાંબુડિયાથી રફાળેશ્વર નજીક નેશનલ હાઇવે પર જોરદાર ઝાપટું વરસી ગયું હતું અને નેશનલ હાઈવે પર થોડીવાર માટે પાણી પાણી કરી નાખ્યું હતું. ચોમાસાની વિદાય બાદ ફરી એકવાર સૂર્યનારાયણનો તાપ વધ્યો છે તેવા સમયે રફાળેશ્વર આસપાસ વરસાદી વિસ્તારમાં ઝાપટાથી ઠંડક પ્રસરી ગઈ હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW