HomeGujaratCentral Gujaratરાષ્ટ્રપતિ ગુજરાત યુનિવર્સિટીની મુલાકાતે, 'હર સ્ટાર્ટ અપ'નું લોકાર્પણ કર્યું

રાષ્ટ્રપતિ ગુજરાત યુનિવર્સિટીની મુલાકાતે, ‘હર સ્ટાર્ટ અપ’નું લોકાર્પણ કર્યું

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ ગુજરાત યુનિવર્સિટીની મુલાકાતે છે. જેમાં રાષ્ટ્રપતિ બન્યા બાદ પહેલીવાર શૈક્ષણિક સંસ્થામાં હાજરી આપી. રાજ્યપાલ, CM ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યાં છે. જેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ ‘હર સ્ટાર્ટ અપ’ કાર્યક્રમનું લોકાર્પણ કરાવ્યું છે. તથા રાષ્ટ્રપતિ એન્ટરપ્રેન્યોરશિપના ડિજિટલ પ્લેટફોર્મને ખુલ્લું મૂક્યું છે.

હર સ્ટાર્ટ અપ’થી અત્યાર સુધી 15 હજાર મહિલાઓને જોડવામાં આવી છે. ‘હર સ્ટાર્ટ અપ’ યોજનાને હવે રાજ્ય બાદ રાષ્ટ્રીય સ્તરે લઈ જવાશે. જેમાં મહિલા ઉદ્યોગ સાહસિકો સાથે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ વાતચીત કરશે. તેમજ રાષ્ટ્રપતિના હસ્તે 10 મહિલા ઉદ્યોગ સાહસિકોનું સન્માન કરાશે. તથા આદિજાતિ વિકાસની વિવિધ યોજનાઓનું ઈ-લોકાર્પણ, ખાતમુહૂર્ત કરશે. રાષ્ટ્રપતિ સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, સીએમ ભૂપેન્દ્ર પટેલ, શિક્ષણમંત્રી જિતુ વાઘાણી, કુબેર ડિંડોર, નિમિષાબેન સુથાર કાર્યક્રમમાં હાજર રહેશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW