HomeGujaratCentral Gujaratદિલ્હીવાળા ભાઈને ગુજરાતી નથી આવડતું : સ્મૃતિ ઈરાની

દિલ્હીવાળા ભાઈને ગુજરાતી નથી આવડતું : સ્મૃતિ ઈરાની

ભાજપની ફાયર બ્રાન્ડ નેતા સ્મૃતિ ઇરાનીએ આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું નામ લીધા વગર તેમની પર પોતાની સ્ટાઇલમાં આકરાં પ્રહારો કર્યા હતા. દિલ્હીથી એક નેતા ગુજરાતાં ચૂંટણી રમવા આવે છે, સપનાનાં સોદાગર છે અને જુઠ્ઠું બોલવામાં માહિર છે. સ્મૃતિએ ગાંધીનગરમાં હિંદી અને ગુજરાતી ભાષામાં મિશ્ર ભાષણ આપ્યું હતું.

હેલો કમલ શક્તિના એક કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા કેન્દ્રીય મંત્રી અને ફાયર બ્રાન્ડ નેતા સ્મૃતિ ઇરાનીએ અરવિંદ કેજરીવાલ સામે જબરદસ્ત પ્રહાર કર્યા હતા. સ્મૃતિએ કહ્ય કે, આ મંચ એ વાતનું પ્રતિક છે કે ભાજપ મહિલા મોર્ચા ભાજપની મૂળભૂત તાકાત છે. આ મંચની સામે બેઠેલી મહિલાઓ ભાજપ મહિલા મોર્ચાનો ઉત્તમ પરિચય છે.સ્મૃતિ ઇરાનીએ કહ્યુ કે, જે ચૂંટણીની દ્રષ્ટિએ દિલ્હીથી આ પૂણ્ય યુદ્ધ ભૂમિ પર પગલાં મુકવાના સપના જુએ છે, જે સપનાના સોદાગર છે અને ચૂંટણી રમવા આવ્યા છે, તેમને મારે કહેવું છે કે ગુજરાતની મહિલાઓ ભ્રમિત થવાની નથી. ઇરાનીએ કહ્યુ કે હું હિંદીમાં એટલા માટે બોલું છુ કે દિલ્હીવાળા ભાઇને ગુજરાતી આવડતું નથી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW