રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના મહાસચિવ દત્તાત્રેય હોસાબલેએ રવિવારે દેશમાં બેરોજગારી અને આવકમાં વધતી અસમાનતા અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, ગરીબી દેશ સામે એક દાનવ જેવા પડકાર તરીકે ઉભરી રહી છે. જોકે, હોસાબાલેએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં આ પડકારનો સામનો કરવા માટે ઘણા પગલાં લેવામાં આવ્યા છે.
હોસાબાલેએ કુટીર ઉદ્યોગોને પુનઃજીવિત કરવા અને ગ્રામીણ વિસ્તારોમાં તેમનો પ્રવેશ વધારવા માટે કૌશલ્ય વિકાસ ક્ષેત્રમાં વધુ પહેલ કરવાનું પણ સૂચન કર્યું હતું. આવકની અસમાનતાના સંદર્ભમાં હોસાબાલેએ પ્રશ્ન કર્યો કે, શું તે સારી વાત છે કે ટોચની 6 અર્થવ્યવસ્થાઓમાં હોવા છતાં દેશની અડધી વસ્તીને કુલ આવકના માત્ર 13% જ મળે છે.

