HomeGujaratCentral Gujaratઅમિત શાહ કમલમમાં કરશે મહત્વની બેઠક,મોટા કાર્યક્રમ રદ્દ

અમિત શાહ કમલમમાં કરશે મહત્વની બેઠક,મોટા કાર્યક્રમ રદ્દ

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ તેજ ગતિએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહના એક બાદ એક પ્રવાસ ગોઠવાઈ રહ્યાં છે, તો બીજી બાજુ સંગઠનોની મહત્વની બેઠકોનું પણ આયોજન થઇ રહ્યું છે. 27 સપ્ટેમ્બરે અમિત શાહે કમલમ ખાતે મહત્વની બેઠક યોજી હતી અને ત્યાર બાદ હવે ફરીવાર બીજી ઓક્ટોબરે એટલે કે આવતી કાલે પણ એક બેઠક કરવાના છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એક્શનમાં આવ્યા છે. અમિત શાહ બીજી ઓક્ટોબરે ગુજરાત આવવાના છે. આ દરમિયાન તેઓ પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે મહત્વની બેઠક કરશે. આ ચૂંટણીલક્ષી બેઠકમાં પ્રદેશ ભાજપના પદાધિકારીઓ ભાગ લેશે.ઉલ્લેખનીય છે કે, અગાઉ થોડા દિવસો પહેલા જ 27મી સપ્ટેમ્બરે અમિત શાહ કમલમ પહોંચ્યા હતાં, જ્યાં તેમણે 3 કલાક કરતા વધુ સમય સુધી સીએમ ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને સંગઠન મહામંત્રી સાથે બેઠક કરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW