મોરબી લીલાપર રોડ પર આવેલ રામકો બંગલો ખાતે ઉમિયા નવરાત્રી મહોત્સવમાં આવતીકાલે એટલે કે શનિવારે ભારતના પ્રસિદ્ધ ગાયક અને પદ્શ્રી એવોર્ડ વિજેતા ડો. કૈલાશ ખેર આવશે અને મોરબીના ખેલૈયાઓને પોતાના સુરીલા કંઠથી માતાજીના ગરબા અને બોલીવુડ સોંગથી ખેલૈયાઓને મન મુકીને નચાવશે. ઉમિયા નવરાત્રી મહોત્સવમાં આવતીકાલથી દરરોજ ભારતના સુપ્રસિદ્ધ સિંગર તેમજ અલગ અલગ પ્લેટફોર્મમાં પોતાની કળા રજુ કરનાર કલાકારો મોરબીના ખેલૈયાઓને મનમૂકીને ગરબા રમવા પ્રેરિત કરશે.
આ સાથે ગ્રીન રીવોલ્યુશન નામની સંસ્થા દ્વારા શરુ કરવામાં આવેલ આત્મ નિર્ભર મોરબી પ્રોજેક્ટનું આ નવરાત્રી મહોત્સવમાં કૈલાશ ખેરના હસ્તે લોન્ચીંગ કરવામાં આવશે આ પ્રોજેક્ટથી આગામી દિવસોમાં સોલાર સીસ્ટમથી મોરબીના સિરામિક સહિતના ઉદ્યોગને વીજળી ઉત્પન કરવા જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડશે જેનાથી મોરબી આગામી દિવસોમાં વીજળી ક્ષેત્રે આત્મનિર્ભર બનશે તેમજ હાલ જે લાખોના વીજળી બીલ ભરે છે તેનાથી રાહત મળશે.

