HomeGujaratCentral Gujarat50 ટકાના ભાડા સાથે કોર્પોરેશન હોલ ભાડે આપશે

50 ટકાના ભાડા સાથે કોર્પોરેશન હોલ ભાડે આપશે

અમદાવાદના સાત ઝોનમાં મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના ૬૦થી વધુ પાર્ટી પ્લોટ તથા કોમ્યુનિટી હોલ આવેલા છે.આ તમામ બર્થ-ડે પાર્ટી,કિટી પાર્ટી જેવા પ્રસંગ માટે છ કલાકના સમય માટે બે શીફટમા પચાસ ટકા ભાડા અને સો ટકા ડિપોઝીટથી આપવા નિર્ણય કરવામા આવ્યો છે.આ માટે એક મહિના અગાઉ બુકીંગ કરાવવુ પડશે.જમણવાર યોજી નહીં શકાય.નજીકના સિવિક સેન્ટર ઉપર પણ હોલ કે પાર્ટી પ્લોટ ભાડેથી મેળવવા ભાડુ કે ડિપોઝીટ ભરી શકાશે.

સ્ટેન્ડીંગ કમિટીની મળેલી બેઠકમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોલ, ઓડીટોરીયમ ઉપરાંત પિકનીક હાઉસ અને પાર્ટી પ્લોટ હવેથી આખા દિવસની જગ્યાએ છ કલાકના સમય માટે પણ ભાડેથી આપવા અંગે નિર્ણય કરવામા આવ્યો છે.બેસણા,કોર્પોરેટ મિટીંગ, બર્થ-ડે અને કિટી પાર્ટી જેવા પ્રસંગ માટે પાર્ટ ટાઈમ હોલ ભાડે આપવા અંગેની દરખાસ્ત કમિટીમા મંજુર કરાઈ છે.સવારે આઠથી બપોરના બે કલાક સુધી અને સાંજે ચારથી રાતના દસ કલાક સુધીના સમય માટે પચાસ ટકા ભાડુ અને સો ટકા ડિપોઝીટ આપીને પાર્ટી પ્લોટ કે હોલ મેળવી શકાશે.

હોલ કે પાર્ટી પ્લોટમા જમણવાર રાખી શકાશે નહીં.બહારથી લાવવામા આવેલ હળવો નાસ્તો કરી શકાશે એમ સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન હિતેશ બારોટે કહયુ હતુ.હોલનુ ભાડુ હાલમા છે એના પચાસ ટકા લેવામા આવશે.આમ કરવાથી મ્યુનિસિપલ કોર્પોરેશનની આવકમા પણ વધારો થશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW