ગુજરાત માટે 29 સપ્ટેમ્બરનો દિવસ ઐતિહાસિક બની રહેવાનો છે. પહેલીવાર ઘરઆંગણે નેશનલ ગેમ્સની યજમાની મળી છે. છેલ્લા ઘણા સમયથી તેની તૈયારી ચાલી રહી હતી. 36મી નેશનલ ગેમ્સનું અમદાવાદ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરવામાં આવશે. નેશનલ ગેમ્સનો ઉદ્ઘાટન સમારોહ આઈપીએલ કરતાં પણ ચડિયાતો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ કાર્યક્રમમાં જાયન્ટ કલાકારો પરફોર્મન્સ કરવાના હોવાથી તેમને નિહાળવા માટે લોકો અધીરા બની ગયા છે.

મોદી સ્ટેડિયમ ઉપર બપોરે 4:45 વાગ્યાથી ઉદ્ઘાટન સમારોહ શરૂ થઈ જશે અને આ કાર્યક્રમમાં બપોરે 3 વાગ્યાથી જ લોકોને પ્રવેશ આપવાનું શરૂ કરી દેવામાં આવશે. આ પચી ગુજરાતી કલાકારો પાર્થ ઓઝા, ભૌમિક શાહ, ઈશાની દવે, દિવ્યા કુમાર, કીર્તિ સાગઠિયા સહિતના પોતાનું પરફોર્મન્સ આપશે. તેમના પછી સાંજે 6:25 વાગ્યાથી બોલિવૂડ ગાયક મોહિત ચૌહાણનું લાઈવ પરફોર્મન્સ શરૂ થશે.
Gujarat is ready to host the 36th #NationalGames, starting from tomorrow.
— Harsh Sanghavi (@sanghaviharsh) September 28, 2022
"जुड़ेगा इंडिया, जीतेगा इंडिया" pic.twitter.com/2kAlEAX5Uk
બોલિવૂડ ગાયક શંકર મહાદેવનનું લાઈવ પરફોર્મન્સ 6:50 વાગ્યાથી શરૂ થશે જે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની એન્ટ્રી બાદ પણ યથાવત રહેશે. એકંદરે આ પરફોર્મન્સ 20 મિનિટનું રહેશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 6:52 વાગ્યે સ્ટેડિયમમાં પહોંચ્યા બાદ મુખ્ય કાર્યક્રમનો પ્રારંભ થશે. તેમની એન્ટ્રી બાદ અલગ-અલગ કાર્યક્રમો સંક્ષિપ્તમાં પૂર્ણ કરાયા બાદ ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના જનરલ સેક્રેટરી પોતાનું સંબોધન કરશે

