HomeGujaratCentral GujaratPFI ના તાર ગુજરાત સુધી, ATSએ 15 લોકોને પકડ્યા

PFI ના તાર ગુજરાત સુધી, ATSએ 15 લોકોને પકડ્યા

ગુજરાત એટીએસ દ્વારા અમદાવાદ, સુરત અને બનાસકાંઠામાં PFI કેસની તપાસ કરવામાં આવી હતી જેમાં 15 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે. હાલ તેમની પૂછપરછ ચાલી રહી છે. ગુજરાતમાં પીએફઆઈ સક્રિય નથી પરંતુ તેમની રાજનૈતિક પાર્ટી રાજનૈતિર પાર્ટી એસડીપીઆઈ છે. જે 15 લોકોને દબોચી લેવામાં આવ્યા છે તેમના તાર વિદોશોમાં બેઠા કેટલાક લોકો સાથે હોવાનું સામે આવ્યુ છે. હાલ ગુજરાત એટીએસ આ લોકો સાથે પૂછપરછ કરીને વધુ તપાસ કરી રહી છે.

મોટા દરોડા: રાષ્ટ્રીય તપાસ સંસ્થા અને એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ ઇડીએ અનેક રાજયોની પોલીસની સાથે સંયુકત રીતે દેશના જુદા જુદા ભાગોમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (પીએફઆઇ PFI) સાથે સંકળાયેલા લોકોને ત્યાં દરોડા પાડયા હતા.જેમા દેશના 15 રાજયોમાં 93 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. આ કેસના તાર હવે ગુજરાત સુધી અડ્યાં છે. ગુજરાત એટીએસ દ્વારા અમદાવાદ, સુરત, નવસારી અને બનાસકાંઠામાંથી કુલ 15 લોકોની અટકાયત કરવામાં આવી છે.

ગુજરાત કનેક્શન: શરૂઆતમાં પ્રાથમિક માહિતી સામે આવી હતી, જેમા જાણવા મળ્યું છે કે, સમગ્ર દેશમાં PFI સંસ્થા સાથે જોડાયેલા સદસ્યો સહિત સંસ્થાઓ સામે કેન્દ્રીય તપાસ એજન્સી NIA અને EDએ વધુ એક જોઇન્ટ ઓપરેશન પાર પાડ્યું છે. આઠ રાજ્યોમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. તેમાં ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ગુજરાત, આસામ, કર્ણાટક, દિલ્હી અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW