HomeGujaratમેઘરાજા એ નોરતા મનાવ્યા, ખેલૈયાઓના મૂડ પર પાણી ફર્યું

મેઘરાજા એ નોરતા મનાવ્યા, ખેલૈયાઓના મૂડ પર પાણી ફર્યું

રાજકોટ: સૌરાષ્ટ્રમાં સોમવારે નવરાત્રિના પ્રથમ નોરતે જ ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ,અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા રાસ-ગરબાના અનેક મેદાનોમાં પાણી ભરાયા હતા અને માર્ગો પર કાદવ-કીચડની સમસ્યા પણ સર્જાઈ હતી. સૌથી વધુ સોમવાર સાંજે ગીર સોમનાથના સૂત્રાપાડામાં મુશળધાર ત્રણ ઈંચ વરસાદ વરસી ગયો હતો તો અન્યત્ર ઝાપટાંથી માંડીને અઢી ઈંચ સુધી વરસાદ વરસ્યો હતો.

વાતાવરણ ટાઢુંબોળ: રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ધોધમાર એક ઈંચ, અને ધોરાજી, જેતપુર, જામકંડોરણા, વિંછીયા, ગોંડલ તાલુકામાં પણ ધોધમાર ઝાપટાં વરસ્યા હતા. જામનગર જિ.ના જામજોધપુરમાં પણ ૪ મિ.મિ.વરસાદ નોંધાયો છે. કૃષિક્ષેત્રે વરસાદની મિશ્ર અસર જોવા મળી છે. મોટી પાનેલી ખાતે દોઢ ઈંચ વરસાદ નોંધાતા કપાસના મોલને નુક્શાન થયું હતું તો બીજી તરફ સામતેરમાં અર્ધાથી એક ઈંચ વરસાદે મગફળીના પાથરાંને નુક્શાન પહોંચ્યું હતું જ્યારે અમરેલી જિ.ના ખાંભા માં એક ઈંચ વરસાદથી જ્યાં કૃષિ પાકને પિયત થઈ રહ્યું હતું ત્યાં ફાયદો થયો છે. અમરેલી જિલ્લામાં પણ ઠેરઠેર આજે મેઘરાજાની એન્ટ્રી થઈ હતી. વરસાદને કારણે ખેલાડીઓનો મૂડ બદલ્યો હતો. દાંડિયા પ્રેમીઓ નિરાશ થયા હતા.

જૂનાગઢ પંથક: જુનાગઢ જિલ્લાના માણાવદરમાં આશ્ચર્યજનક રીતે માત્ર છાંટા વરસ્યા પણ તાલુલાકના જાંબુડા, રોણકી સહિત ગ્રામ્ય વિસ્તારમાં અઢી ઈંચ વરસાદથી ખેતરોએ જવાના માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા. માળિયા હાટીનામાં સવા ઈંચ વરસાદથી ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાયા હતા.જિલ્લામાં જુનાગઢ,મેંદરડા,કેશોદમાં ધોધમાર ઝાપટાં વરસ્યા હતા તો વથલીમાં પોણો ઈંચ, ભેંસાણમાં અર્ધો ઈંચ વરસાદ નોંધાયો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW