HomeGujaratવાંકાનેરમાં યુવકની હત્યા કેસમાં ફરાર ત્રીજો આરોપી પોલીસ ગિરફતમાં

વાંકાનેરમાં યુવકની હત્યા કેસમાં ફરાર ત્રીજો આરોપી પોલીસ ગિરફતમાં

વાંકાનેર શહેરના જકાતનાકા પાસે વાંકાનેર અમરનાથ સોસાયટીના નાકે ગત તા.૧૧ની રાત્રીના એક વાગ્યે અમીત ઉર્ફે લાલો અશ્વીનભાઇ કોટેચાનું પૈસાની લેવડ દેવડ બાબતે આરોપી ઇમરાન ફારૂક આરબ તથા ઉનાયત અયુબ પીપરવાડીયાએ છરી ગુપ્તી થી આડેધડ ધા મારી હત્યા કરેલ હતુ. આ બનાવ માં આરોપી ઇમરાન તથા ઇનાયતને પોલીસે અટક કરી કાર્યવાહી કરેલ હતી બાદ પોલીસ અધીક્ષક મોરબી ના હુકમથી આ ગુન્હાની તપાસ સર્કલ પી આઈ બી.પી.સોનારા વાંકાનેરને સોપવામાં આવેલ હતી આ બનાવમાં ગુન્હો કરી નાશી ગયેલ આરોપી સરફરાજ હુસેનભાઇ મકવાણા રે.આશીયાના સોસાયટી વાંકાનેર વાળાને પકડવા માટે પોલીસ અધીક્ષક મોરબી અને નાયબ પોલીસ અધીક્ષક મોરબી વિભાગ ના માર્ગદર્શનમાં આરોપી સરફરાજને પકડવા માટે આરોપીના પરિવારના સભ્યો તથા સગા સંબંધી મિત્રોની ઉંડાણ પુર્વક તપાસ કરતા હતા બીજી તરફ બાતમીદારોને પણ સક્રિય કર્યા હતા દરમિયાન બાતમી મળી હતી કે આરોપી સરફરાજ હુસેન મકવાણા ચોટીલાથી થાનગઢ તરફ જનાર છે ચોક્કસ બાતમી આધારેવાંકાનેર પોલીસે ચોટીલા થાનગઢ ચોકડી ખાતે વોચ ગોઠવી હતી દરમિયાન આરોપી સરફરાઝ ત્યાંથી પસાર થતા તેણે ઝડપી લીધો હતો અને વાંકાનેર લાવી કોરોના ટેસ્ટ કરાવ્યો હતો જે બાદ ર્તેની આજે અટકાયત કરી હતી અને વધુ તપાસ અર્થે કોર્ટમાં રજુ કરી મેજીસ્ટ્રેટ પાસેથી રિમાન્ડ મેળવવા અરજી કરશે. રિમાન્ડ દરમિયાન કયા કયા આશરો લીધેલ છે આ ગુન્હામાં અન્ય કોઇ વ્યકિત સંડોવાયેલ છે કે કેમ તે દીશામાં પોલીસ તપાસ કરશે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW