મોરબી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી હત્યા અને મારમારીની ઘટના દિન-પ્રતિદિન વધી રહી છે મોરબીના કેરાળી ગામ પાસે હત્યા કરી સળગાવેલી હાલતમાં લાશ મળી હતી આ ઘટનામાં હજુ પોલીસ મૃતકની ઓળખ મેળવે તે પહેલા બેલા ગામની સીમ નજીકથી એક શ્રમિકને ઈજા પહોચેલ હાલતમાં લાશ મળી હતી. તો તેમાં હજુ તપાસ થાય તે પહેલા વધુ એક યુવકની શંકાસ્પદ હાલતમાં લાશ મળતા ચકચાર મચી જવા પામી હતી. બનાવની મળતી માહિતી મુજબ મોરબીના બંધુનગર નજીક રાધે પેટ્રોલીયમ પાસે અજાણ્યા યુવકની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી.પ્રાથમિક તપાસમાં યુવકના શરીરના ભાગે મારમાર્યા હોવાના નિશાન મળી આવતા હત્યા કરવામાં આવી હોવાની આશંકા સેવાઈ રહી છે બનાવ અંગે તાલુકા પોલીસે મૃતદેહનો કબજો મેળવી પીએમ અર્થે ખસેડવામાં આવી હતી.

