HomeGujaratમોજ કરો ખેલૈયાઓ, નોરતામાં નહિ પડે વરસાદ

મોજ કરો ખેલૈયાઓ, નોરતામાં નહિ પડે વરસાદ

રાજ્યમાં વરસાદની ચાલ ધીમી થઇ છે. લો-પ્રેશરની અસરથી નવરાત્રિમાં વરસાદ પડવાની શક્યતા દર્શાવવામાં આવી હતી. જોકે, હાલમાં બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર મધ્યપ્રદેશ સુધી પહોંચી જશે. આ સિસ્ટમ ગુજરાત તરફ આવવાને બદલે ઉત્તર ભારત તરફ વળી જવાની શક્યતા દેખાઇ રહી છે.

રાજ્યમાં નવરાત્રીમાં અમદાવાદ સહિત મોટાભાગના વિસ્તારમાં વરસાદની શક્યતા નહિવત છે. જેના કારણે ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ છવાયો છે.આ વર્ષે ચોમાસાએ મન મૂકીને ભીંજાવ્યા છે. રાજ્યમાં સર્વત્ર મેઘમહેર વચ્ચે નદી-નાળા ઓવરફ્લો થયા છે, ત્યાં જ ખેડૂતો માટે પણ સમગ્ર વર્ષ દરમિયાન પાણીની સમસ્યા રહેશે નહીં. જોકે, ભાદરવમાં ભરપૂર વરસાદ ખાબક્યો છે, ત્યારે નજીક આવી રહેલા નવરાત્રીના તહેવારને લઇને ખેલૈયાઓમાં થોડી ચિંતા જોવા મળી રહી હતી.

પરંતુ ખેલૈયાઓ માટે ખૂબ જ આનંદના સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી ખેલૈયાઓને રાહત આપનારી છે. નવરાત્રીમાં વરસાદની શક્યતાઓ નહીંવત છે.હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે કે, 2 દિવસ બાદ કચ્છમાંથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW