HomeGujaratઆજે ગાંધીનગરમાં કેબિનેટની બેઠક

આજે ગાંધીનગરમાં કેબિનેટની બેઠક

આગામી બેદિવસીય વિધાનસભા સત્રની પહેલા મંગળવારે 11:30 કલાકે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતા કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

આ મુદ્દાઓ પર નજર: બેઠકમાં રાજ્યમાં ચાલી રહેલા વિવિધ આંદોલન અને તેના નિરાકરણ પર સમીક્ષા કરવામાં આવશે. આ સાથે જ આવનારા દિવસોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમો અને તેની તૈયારીઓ સંદર્ભે થશે ચર્ચા થશે. વિધાનસભા સત્રમાં સુધારા બિલ અને જૂના કાયદા રદ્દ કરવા બાબતે ચર્ચા પણ થવાની છે. નેશનલ ગેમ્સની તૈયારીઓની પણ સમિક્ષા કરાશે. આ ઉપરાંત વિધાનસભા સત્રમા આવનારા બિલ અને જૂના કાયદા રદ્દ કરવા બાબતે કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. ગુજરાત વિદ્યુત ઉદ્યોગ સુધારા વિધેયક બીલ, ગુજસીટોકના કાયદામાં સુધારા વિધેયક, ગુજરાત નેશનલ લો યુનિ.સુધારા વિધેયક જેવા અનેક બીલ અંગે ચર્ચા કરવામાં આવશે. તેમજ જુના અને હાલ ઉપયોગમાં ન આવી રહ્યા હોય તેવા કાયદાઓને રદ કરવા બાબતે પણ વિચારણા થશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW