HomeGujaratમોરબીના રવાપર રોડ પર તસ્કરોના ધામા ATM તોડી રૂ 10 લાખની...

મોરબીના રવાપર રોડ પર તસ્કરોના ધામા ATM તોડી રૂ 10 લાખની ચોરીનો પ્રયાસ, પોલીસની ઝપટે ચઢી જતા ભાંડો ફૂટ્યો

મોરબીમાં દિવસેને દિવસે ચોરી, લૂંટ, હત્યાઓના ગુના વધી રહ્યા છે ત્યારે સોમવારે મોડી રાત્રે રવાપર રોડ ઉપર આવેલ એક્સિસ બેંકનું એટીએમમાં તસ્કરો ત્રાટક્યા હતા અને રૂ 10 લાખ જેટલી રોકડ રકમ ભરેલ એટીએમ તોડી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે રાત્રીના સમયમાં લોકોની અવરજવર તેમજ પોલીસની પેટ્રોલિંગના કારણે તે સફળ થઇ શકયા ન હતા. પોલીસે આરોપીને ઝડપી લઇ તેના વિરદ્ધ કાયદેસર કાર્યવાહી વિરુદ્ધ ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે.

મોરબી એ ડીવીઝન પોલીસની ટીમ નાઈટ નાઈટ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન શહેરના રવાપર રોડ ઉપર આવેલા એક્સીસ બેન્કમાં સોમવારે વહેલી સવારે એટીએમમાં શંકાસ્પદ રીતે એક વ્યક્તિ દેખાયો હતો જે એટીએમમાં ચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો જે દરમિયાન પોલીસે શંકાસ્પદ વ્યક્તિની પૂછપરછ કરતા શંકાસ્પદ વ્યક્તિ એટીએમ માંથી પૈસા ઉપાડવા આવ્યો હોવાનું ધર્યું હતું પોલીસે શંકાસ્પદ વ્યક્તિને સાથે રાખી એટીએમ ચેક કરતા એટીએમ તૂટેલી હાલતમાં જોવા મળ્યું હતુંજેથી પોલીસ શંકાના આધારે આરોપીને ઝડપી લીધી હતી તેમજ બેંકના મેનેજરને ઘટનાની જાણ કરતા બેન્કના સીસીટીવી કેમેરામાં શખ્સની શંકાસ્પદ હરકત નજરે પડતા બેંક મેનેજરે તેના વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી અને તેની અટકાયત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW