અમરાવતી:વિવિધરાષ્ટ્રીયકૃત બેંકોના, ATMમાં નાણાંનું વિતરણ કરતી એજન્સીનો ડ્રાઈવર, આંધ્રપ્રદેશના કડપા શહેરમાં રૂપિયા 60 લાખ રોકડા લઈને ભાગી ગયો હતો. CMS એજન્સી, ATM કેન્દ્રો પર દરરોજ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ATMમાં લાખો રૂપિયા જમા કરાવે છે. વાહનમાં ટેક્નિકલ સ્ટાફ અને સુરક્ષા ગાર્ડ પણ છે. રાબેતા મુજબ તેઓ SBI બેંકમાંથી CMS એજન્સીના વાહનમાં આશરે 80 લાખ રૂપિયા લઈને નીકળ્યા હતા.
આરોપીનું નામ શાહરૂખ છે, તે કડપાનો રહેવાસી છે. કડપા આઈટીઆઈ ઈન્ટરસેક્શન પર, આવેલા એટીએમમાં પૈસા નાખવામાં આવી રહ્યા હતા. એટીએમ સેન્ટર પર, એક સિક્યુરિટી ગાર્ડ ઊભો હતો, જ્યારે કર્મચારીઓ થોડી રોકડ જમા કરાવી રહ્યા હતા. આ દરમિયાન ડ્રાઈવર શાહરૂખ વાહન લઈને ફરાર થઈ ગયો હતો, હજુ પણ તે વાહનમાં, 60 લાખથી વધુ રૂપિયા છે. તે કડપાના વિસ્તાર, વિનાયક નગરમાં વાહન છોડીને રોકડ ભરેલું બોક્સ લઈને ભાગી ગયો હતો. એસબીઆઈના અધિકારીઓએ તાલુકા પોલીસને ફરિયાદ કરી હતી કે, ડ્રાઈવરે લગભગ 60 લાખ રૂપિયા લીધા હતા. પોલીસ ડ્રાઈવરને શોધી રહી છે.

