HomeNationalસુપ્રીમે 8 વર્ષ જૂના 13થી વધુ કેસ રદ્દ કર્યા

સુપ્રીમે 8 વર્ષ જૂના 13થી વધુ કેસ રદ્દ કર્યા

દેશભરની કોર્ટોમાં પેન્ડિંગ કેસોનું ભારણ વધી રહ્યું છે. સુપ્રીમ કોર્ટમાં જ ૭૦ હજારથી વધુ કેસો પેન્ડિંગ છે, જેમાં વર્ષો જુના કેસોનો પણ સમાવેશ થાય છે. આ કેસોની હવે ક્યારેય પણ સુનાવણી નહીં કરવામાં આવે.જે પણ પેન્ડિંગ કેસોને રદ કરી દેવામાં આવ્યા છે તે બધા જ આઠ વર્ષ જુના છે જ્યારે એક કેસ તો ત્રણ દસકા પહેલાનો પેન્ડિંગ હતો. આ કેસ ૧૯૮૭માં દાખલ કરવામાં આવ્યો હતો અને અત્યાર સુધી પેન્ડિંગ હતો. અરજીઓમાં ખામીઓ હોવાને કારણે તેના પર સુનાવણી ન હતી થઇ શકી.

સ્થિતિ વચ્ચે સુપ્રીમ કોર્ટે એક સાથે 13147 જુના કેસોને રદ કરવાનો નિર્ણય લીધો છે. જે પણ કેસો રદ કરવામાં આવ્યા છે તે ૧૯મી ઓગસ્ટ ૨૦૧૪ પહેલાના છે.આ એવા કેસો છે કે જેને ડાયરી નંબર આપી દેવાયો હતો, જોકે અરજીઓમાં ખામીઓ હોવાને કારણે તેને સુનાવણીના લિસ્ટમાં સામેલ નહોતા કરવામાં આવ્યા. અરજદારોને આ અરજીઓમાં જે પણ ખામીઓ હતી તેને સુધારવા માટે રજિસ્ટ્રી દ્વારા કહેવામાં આવ્યું. જોકે અરજદારોએ પોતાની અરજીઓને સુધારવાને લઇને કોઇ જ જવાબ નહોતો આપ્યો. એવામાં સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ 70 હજારથી વધુ કેસોમાંથી 13 હજાર કેસોને રદ કરી દીધા છે તેથી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW