HomeGujaratઅમદાવાદમાં સીટબેલ્ટ નહીં પહેર્યું હોય તો હવે મોંઘુ પડશે

અમદાવાદમાં સીટબેલ્ટ નહીં પહેર્યું હોય તો હવે મોંઘુ પડશે

કાર અકસ્માતમાં (Car Accident) સાયરસ મિસ્ત્રીના નિધન બાદ, લોકો સીટબેલ્ટ બાંધતા થાય તે માટે ટ્રાફિક પોલીસ (Ahmedabad traffic police) ઝુંબેશ ચલાવી રહી છે.અમદાવાદ (Ahmedabad) શહેર ટ્રાફિક પોલીસે પણ સીટ બેલ્ટને લઈ ત્રણ દિવસની ખાસ ડ્રાફિક ડ્રાઈવ ઝુંબેશ હાથ ધરી. જેમાં ટ્રાફિક પોલીસે પહેલીવાર દંડનીય કાર્યવાહીનો ટાર્ગેટ રાખ્યા વિના કારચાલકોને સમજાવામાં આવ્યા હતા

મહત્વનું છે કે ચાલુ વર્ષમાં અત્યાર સુધી સીટ બેલ્ટ વગરના 60 હજાર કારચાલકો પાસેથી 30 લાખથી વધુનો દંડ વસૂલાયો છે. હવે આગામી દિવસોમાં ટ્રાફિક પોલીસ સીટ બેલ્ટ ન પહેરનાર કારચાલકો સામે દંડનીય કાર્યવાહી કરશે.

માર્ગ અકસ્માતમાં થતાં મૃત્યુ ઘટાડવા સરકારનો નિર્ણય
સરકાર આ નિયમ લાવી રહી છે કેમકે ભારતમાં રોડ દુર્ઘટનાઓ (Road Accident) વધી રહી છે.દેશમાં 1 વર્ષની અંદર 500,000 દુર્ઘટનાઓનો રેકોર્ડ છે.રોડ દુર્ઘટનામાં 60 ટકા જેટલા લોકો 18 થી 34 વર્ષની ઉંમરના હોય છે, ત્યારે હવે પાછળની સીટ પર બેસનારે પણ સીટ બેલ્ટ પહેરવો પડશે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW