ગુજરાતમાં સિઝનનો કુલ વરસાદ 113.14 ટકા થયો છે. જેમાં કચ્છમાં સૌથી વધુ 178.44 ટકા, ઉતર ગુજરાતમાં 120.50 ટકા, દક્ષિણ ગુજરાતમાં 119.40 ટકા, સૌરાષ્ટ્રમાં 105.68 ટકા તથા મધ્ય ગુજરાતમાં 91.98 ટકા પાણી વરસ્યું છે.
આગાહી: ગુજરામાં આગામી 3 દિવસ ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતની સાથે કચ્છમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો બીજી તરફ મધ્ય ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરમાં છુટા છવાયા વરસાદની આગાહી છે. હવામાન વિભાગ અનુસાર વૉલ માર્ક લૉ પ્રેશરની સાથે વરસાદી ટર્ફ સિસ્ટમ સક્રિય થતાં રાજ્યભરમાં વરસાદ રૂપે તેની અસર દેખાશે.
એલર્ટ: હવામાન વિભાગે માછીમારોને પણ બે દિવસ દરિયો ન ખેડવા સૂચના આપી છે. એક અંદાજ મુજબ ચોમાસાની વિદાયને વાર હોવાથી નવરાત્રિમાં પણ વરસાદ વિઘ્ન બની શકે છે. જો કે 17 તારીખ બાદ રાજ્યભરમાં વરસાદનું જોર ઘટશે તેવી પણ સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 111 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ કચ્છમાં 174 ટકા વરસાદ વરસ્યો છે.
અંતિમ તબક્કો: અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. સાવરકુંડલાના નાળ,ઠવી,ભમોદ્રા, વીરડી સહિતના વરસાદ શરૂ થઇ ગયો છે. વરસાદના પગલે સાવરકુંડલાના ઠવી ગામની સ્થાનિક નદીમાં આવ્યું પુર આવ્યું છે. તો બીજી તરફ નવસારીમાં રાત્રે સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો. મોડી રાતથી નવસારી શહેર અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદ ખાબકતાં ઠેર ઠેર પાણી ભરાયા છે.
સૌરાષ્ટ્ર કચ્છમાં ગીરસોમનાથ, પોરબંદર, જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી છે. ત્રીજા દિવસે સૈરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી નથી. પરંતુ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. પહેલા અને બીજા દિવસે દરિયાકાંઠે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગર અંગે વાત કરતા જણાવ્યુ કે, અમદાવાદ અને ગાંધીનગરના વિસ્તારોમાં ભારે નહીં પરંતુ સામાન્ય વરસાદ વરસી શકે છે.

