HomeGujaratસફળતાને પચાવતા અને નિષ્ફળતાને સ્વીકારતા શીખવું પડે

સફળતાને પચાવતા અને નિષ્ફળતાને સ્વીકારતા શીખવું પડે

પ્રમુખ સ્વામી મહારાજે વિહાર કરતાં કરતાં એક રૂમમાં જોયું. એના શિષ્યો બોલ્યા કે આ રૂમ તો ઘણી નાની છે એ સમયે પ્રમુખસ્વામી મહારાજે જવાબ આપ્યો કે સારું છે લાઈટનું બિલ ઓછું આવશે. એક અઠવાડિયા પછી તેઓ વિદેશ જવા માટે ગયા. એ સમયે ફાઇવસ્ટાર હોટલ નો રૂમ ઘણો મોટો હતો. સ્વામીએ કહ્યું રૂમ મોટો હશે તો સારું વધારે લોકો સરળતાથી બેસી શકશે.

નાની રૂમ પણ સારી અને ફાઇવ સ્ટાર હોટલ નો રૂમ પણ ઘણો સારો આ બધું તમારા માઈન્ડ સેટ અને એટીટ્યુડ ઉપર નિર્ભર કરે છે. સમય સ્થળ પરિસ્થિતિ અને પ્રકૃતિ આ તમામ વસ્તુઓ પરિવર્તનશીલ છે સતત અને સખત રૂપે બદલાયા કરે છે પરંતુ વ્યક્તિનો એડજસ્ટ કરી લેવાનો એટીટ્યુડ એને સતત બદલતી પરિસ્થિતિમાં પણ સ્થિર રાખે છે. એડજસ્ટમેન્ટ અને કોમ્પ્રોમાઇઝ તમામ પરિસ્થિતિ સાથે સેટ થતા શીખવે છે.આ પછી વિચારોમાં સ્પષ્ટતા રાખજો. શું કરવું છે અને શું નથી જ કરવું એ બંને વચ્ચે અટવાઈ ન જતા. ઓપ્શન મળે અને દ્વિધા થાય ત્યારે બહુ ચિંતા ન કરવી કારણ કે એ જ તો દિમાગની સાચી કસરત છે.

મૂંઝવણ અને મુશ્કેલી મગજને દરિયા જેવડી વિશાળ સમજ આપે છે. માત્ર માર્કશીટ માટેની પરીક્ષા પાસ કરી લેવાથી જિંદગીના ગણિતના દાખલા સાચા નથી પડતા. ગુડ એટીટ્યુડ નહીં હોય તો ગોલ્ડ મેડલ હશે તો પણ નોકરી મળવાની કોઈ ગેરંટી નથી. 35 વર્ષથી કામ કરતા એક કલાર્કે કે કહ્યું કે આ ઓફિસમાંથી 10 જેટલા મેનેજિંગ ડાયરેક્ટરને રાજીનામું આપતા જોયા છે. સ્વામી એ પૂછ્યું કે તારામાં એવી તે કઈ આવડત છે કે એ 10 મેનેજિંગ ડાયરેક્ટર જતા રહ્યા અને તું ટકી રહ્યો.

ક્લાર્ક કે જવાબ આપ્યો કે પંદર દિવસ સુધી કંઈ જ બોલવાનું નહીં સાહેબને માપી લેવાનો. સાહેબને શું ગમે શું ન ગમે ક્યારે આવવાનું થાય ક્યારે જવાનું થાય કોની સાથે વાત કરવી ફાવે કોની સાથે ન ફાવે આ તમામ વસ્તુ જોઈ લઉં પછી એના પ્રમાણે હું એડજસ્ટ થઈ જાઉં છું એટલા માટે 35 વર્ષ સુધી ટકી રહ્યો. જે રીતે સફળતાને પચાવતા શીખવી પડે એ રીતે નિષ્ફળતાને પણ કેવી રીતે સ્વીકારવી એ પણ મોટી પરીક્ષા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW