HomeGujaratમોરબી: આમરણ ચોવીસીમાં ભારે વરસાદથી પાકને નુકસાન, યોગ્ય વળતર ચુકવવા કૃષિમંત્રીને...

મોરબી: આમરણ ચોવીસીમાં ભારે વરસાદથી પાકને નુકસાન, યોગ્ય વળતર ચુકવવા કૃષિમંત્રીને રજૂઆત

મોરબી તાલુકાના આમરણ ચોવીસી વિસ્તારમાં ખેડૂતોને ભારે વરસાદને કારણે પાક નિષ્ફળ ગયો છે. જેથી સહાય ચુકવવા માટે રાજ્યના કૃષિમંત્રીને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે. આમરણ ગ્રામ પંચાયતના સરપંચે કૃષિમંત્રીને લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે ચાલુ વર્ષે ચોમાસું સીઝન દરમિયાન આમરણ ચોવીસી વિસ્તારમાં આવેલ આમરણ, બેલા, ઊંટબેટ, ખારચિયા સહિતના ગામોમાં જુલાઈથી ઓગસ્ટ સુધી ભારે વરસાદ વરસ્યો છે. ખેડૂતોએ શરૂઆતમાં વાવણી કરી પણ ભારે વરસાદથી સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો છે. વિસ્તારની મધ્યમ કાળી જમીન છે. દરિયાકાંઠા વિસ્તાર હોવાથી જમીનમાં 4 ફૂટ સુધી કાળી માટી અને 4 ફૂટથી પીળી માટી આવે છે. જેથી પાણી ભૂગર્ભમાં ઉતરતું નથી અને દિવસો સુધી પાણી ભરાઈ રહે છે.

આ બાબતે કરેલ રજૂઆતને પગલે તા. 21 ઓગસ્ટના રોજ વિવિધ ગામોની કૃષિમંત્રીએ મુલાકાત લીધી હતી. અને ખેડૂતોના પ્રશ્નો સાંભળ્યા હતા. ત્યારે ખેડૂતોએ સાચી સ્થિતિથી વાકેફ કરાવ્યા હતા. કૃષિ મંત્રી દ્વારા જીલ્લા ખેતીવાડી અધિકારીને તાકીદે કાર્યવાહી કરવા અને સર્વે કરવા સુચના આપી હતી. પરંતુ હજુ સુધી ખેતીવાડી વિભાગના કોઈ અધિકારી કે કર્મચારી ફરક્યા નથી અને કોઈને મળ્યા નથી. અને ઓફિસમાં બેસીને પાકને 15થી 20 ટકા નુકસાનીનો રિપોર્ટ સરકારમાં સોપ્યો છે. ત્યારે આવા સંજોગોમાં ખોટા રિપોર્ટીંગ કરીને સરકારને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરનાર કર્મચારી અને અધિકારી સામે તાકીદની અસરથી ખાતાકીય ઇન્ક્વાયરી કરીને ઘટતી કાર્યવાહી કરવા માગ કરી છે. અને ખેડૂતોને તાકીદે સહાય ચુકવવા યોગ્ય કાર્યવાહી કરવા અરજ કરી 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW