HomeGujaratમોરબીના ટેલીકોમ ફીડરમાં મેન્ટેનસ કામગીરીને પગલે આવતીકાલે વીજ કાપ રહેશે.

મોરબીના ટેલીકોમ ફીડરમાં મેન્ટેનસ કામગીરીને પગલે આવતીકાલે વીજ કાપ રહેશે.

મોરબી શહેરની પીજીવીસીએલની પેટા વિભાગ-૧ વિસ્તારમાં ૧૧ કેવી ટેલીકોમ ફીડરમાં મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવાની હોવાથી સુરક્ષાના કારણોસર વીજ પ્રવાહ બંધ રહેશે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર આગામી તા. ૧૧ને રવિવાર ના રોજ નવા કામની કામગીરી તથા મેન્ટેનન્સની કામગીરીને પગલે મોરબી શહેર-૧ પેટા વિભાગ હેઠળ આવતો ૧૧ કેવી ટેલીકોમ ફીડર સવારે ૦૭:૩૦ થી બપોરના ૦૩:૩૦ વાગ્યા સુધી બંધ રહેશે. જેને પગલે આ ફીડરમા આવતા વસંત પ્લોટ, કાયાજી પ્લોટ, ભક્તિનગર શેરી નં. ૧,૨,૩, ક્રિષ્ના પાર્ક, માધવ માર્કેટ, દર્શન બંગલો સોસાયટી, આદર્શ સોસાયટી, શક્તિ પ્લોટ, વાઘપરા, ચકીયા હનુમાનની આજુબાજુનો વિસ્તાર, ઓમ શાંતિ વિદ્યાલયની આજુબાજુનો વિસ્તાર, સરદારબાગની આજુબાજુનો વિસ્તાર, એપલ હોસ્પિટલ ની આજુબાજુનો વિસ્તાર, શનાળા રોડ, મહેશ હોટલ ની આજુબાજુનો વિસ્તાર, સત્યમ પાન વાળી શેરી, ટેલીફોન એક્ષચેન્જની આજુબાજુનો વિસ્તાર, સદભાવના હોસ્પિટલ, ક્રિષ્ના હોસ્પિટલ વગેરે વિસ્તારમાં વીજ પ્રવાહ બંધ રહેશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW