HomeGujaratયુએસઆઇબીસી ગ્લોબલ લીડરશિપ એવોર્ડ અદાણીને મળ્યો

યુએસઆઇબીસી ગ્લોબલ લીડરશિપ એવોર્ડ અદાણીને મળ્યો

યુએસઆઇબીસી ગ્લોબલ લીડરશિપ એવોર્ડ મેળવવો એ મારા માટે સન્માનની વાત છે. ઉદ્યોગ જગતના અનેક માંધાતાઓ અને વરિષ્ઠ સરકારી અધિકારીઓની હાજરીમાં બોલવાની તક પ્રાપ્ત થઇ તે માટે હું આભારી છું. વ્યક્તિગત સ્તરે, હકીકત એ છે કે આ એવોર્ડ ભારતની આઝાદીની ૭૫ મી વર્ષગાંઠના અવસર પર આવ્યો છે ત્યારે તેને વધુ નોંધપાત્ર અને યાદગાર બનાવે છે. આ શિખરની થીમ – અમેરિકા-ભારત સમૃદ્ધિના આગામી ૭૫ વર્ષોને મહત્તમ બનાવવા- સમયની દ્રષ્ટિએ દોષરહિત છે. વિશ્વની બે સૌથી મોટી લોકશાહી ભારત અને અમેરિકા દેશો વચ્ચેની ભાગીદારીની સફળતા – ઝડપથી વિકસતી અને નવી ઉભરતી વૈશ્વિક ગતિશીલતાને જોતાં – આ સદીના સૌથી નિર્ણાયક સંબંધો પૈકીની એક હશે તેમાં કોઈ મતભેદ નથી.

અલબત્ત, જ્યારે એક વ્યૂહાત્મક જોડાણ છે. જમીની અમલવારીના સંદર્ભમાં હજુ વધુ કરવાની જરૂર છે ત્યારે મને ખાતરી છે કે આ બાબતે આપણે બધા સહમત થઈશું મુક્ત વેપાર, ખુલ્લાપણું અને એકબીજાની અર્થવ્યવસ્થામાં એકીકરણની બાબતમાં આ સંબંધનું કેન્દ્ર બિંદુ પરસ્પર સ્વીકૃતિ હોવું જરૂરી છે જે શક્યતાઓ કે જે તપાસાઇ નથી એ શ્રુંખલાનો પાયો નાખવા માટે જરૂરી છે. ભૌગોલિક રાજકીય ચિંતાઓ પરત્વે સમાન આધાર આવશ્યક છે પરંતુ તેનો મતલબ નજીવો હશે સિવાય કે તે વ્યવસાયિક સંબંધોના પાયા પર બાંધવામાં આવ્યો હોય. નિષ્પ્રાય વ્યવસાયિક ઉદ્દેશ્યો વગર વૈશ્વિક સહકાર મોટાભાગે લકવાગ્રસ્ત થતો રહેશે. આ સંદર્ભમાં યુએસઆઇબીસીની ભૂમિકા ઉદ્યોગના અવાજને સરકારી નીતિઓ સાથે જોડવામાં મુખ્ય રહેશે વર્તમાન વિશ્વ વ્યવસ્થાને જોતાં તેની જરૂરિયાત વિશાળ અને હિસ્સો ઘણો મોટો છે.

કેટલાક મેક્રો નંબરો ઉપર નજર કરીએ તો જો આપણે ૨૦૫૦ તરફ ઝડપથી આગળ વધીએ તો અમેરિકા અને ભારતીય જીડીપીનું સંયુક્ત મૂલ્ય આશ્ચર્યજનક ૭૦ ટ્રિલિયન ડોલર થવાની ધારણા છે તે વૈશ્વિક અર્થતંત્રનો ૩૫-૪૦% હિસ્સો બનાવશે. બંને દેશોની સંયુક્ત વસ્તી ૨૦૫૦ સુધીમાં બે અબજથી વધુ અને વૈશ્વિક વસ્તીના લગભગ ૨૦% હશે. વધુ મહત્ત્વની વાત એ છે કે, ૨૦૫૦માં પણ આપણા બે રાષ્ટ્રોની સંયુક્ત સરેરાશ વય હજુ પણ ૪૦ વર્ષથી ઓછી હશે. યુરોપ અને ચીન સાથે તેનો વિરોધાભાસ કરીએ તો યુરોપમાં સરેરાશ વય પહેલેથી જ ૪૪ અને ચીનમાં ૪૦ વર્ષ છે. અર્થશાસ્ત્રના આ ચશ્મા અને વપરાશની શક્તિ દ્વારા જોવામાં આવે ત્યારે તે સ્પષ્ટ જણાય છે કે અમેરિકા અને ભારત વચ્ચેનો હાલનો ૧૫૦ અબજ ડોલરનો દ્વિપક્ષી વેપાર સમુદ્રમાં એક તણખલા કરતાં વધુ નથી ત્યારે હજી ઘણું બધું કરવાની જરૂર છે. તેથી આ સંજોગોમાં આપણી સમક્ષ કયા વિકલ્પો છે અને યુએસઆઈબીસીએ શું ભૂમિકા ભજવવી જોઈએ? જ્યારે આપણા બંને દેશોના વાર્તાકારો વેપાર પેકેજ અને ટેરિફ નક્કી કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે તેનાથી શરુ કરું તો હું માનું છું કે આપણે ખુલ્લી બાબતો ઉપર સહમતી સાધવા માટે પહેલા કરતાં વધુ નજીક છીએ.

મને વિશ્વાસ છે કે આપણે તેનો ઉકેલ લાવીશું અને કેટલાક સમાધાનો પરસ્પર સ્વીકારીશું. ટેરિફના પરિણામે વેપાર અને સંબંધોના તમામ પાસાઓ અવરોધાઈ રહ્યા છે તે માન્યતામાં અટવાયેલા રહેવાનું આપણને પોસાઇ શકશે નહી. કેટલાક વ્યુહાત્મક ક્ષેત્રો છે જેમાં આપણે સંયુક્ત રીતે પ્રગતિ કરી પડશે પ્રથમ અને સૌથી મહત્વની બાબત સહેજ પણ આશ્ચર્યજનક નથી એ ક્લાયમેટ ચેન્જ છે. વિકસિત દેશો દ્વારા વિકાસશીલ રાષ્ટ્રોને ટેકો આપવા વિશે ઘણી વાતો થઈ છે પરંતુ આ ક્ષેત્રમાં ભાગીદારીની દ્રષ્ટિએ તત્કાળ વધુ કરવાની જરૂર છે. પ્લેનેટને સમાનરૂપે ઠંડો પાડવો જરૂરી છે અને તે આગામી કેટલાક દાયકાઓમાં સૌથી વધુ નફાકારક વ્યવસાયોમાંથી એક બની શકે છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW